ETV Bharat / state

VIP બેઠકો પર મતદાનનો ગ્રાફ ગગડ્યો, ઉમેદવારોની ચિંતા વધી - વાઘોડિયા વિધાનસભા બેઠક

રાજ્યમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી (gujarat election 2022) અંતર્ગત બીજા તબક્કામાં 64.39 ટકા મતદાન થયું હતું. જ્યારે પહેલા તબક્કામાં 62.89 ટકા મતદાન થયું હતું. આ સાથે જ રાજ્યમાં કુલ 2 તબક્કામાં સરેરાશ મતદાનની ટકાવારી 63.64 ટકાએ પહોંચી છે. જ્યારે વર્ષ 2017માં કુલ મતદાન 69.69 ટકા રહ્યું હતું. એટલે કે આ વખતે 6.05 ટકા મતદાન ઘટ્યું હતું. તેના કારણે રાજકીય પાર્ટીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. ત્યારે આવો જોઈએ રાજ્યના VIP વોટર્સના જિલ્લામાં (VIP Voters in Gujarat) કેટલું મતદાન થયું.

VIP બેઠકો પર મતદાનનો ગ્રાફ ગગડ્યો, ઉમેદવારોની ચિંતા વધી

author img

By

Published : Dec 6, 2022, 10:25 AM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (gujarat election 2022) બીજા તબક્કા માટે સોમવારે 64.69 ટકા મતદાન થયું હતું. જે ગયા વર્ષની સરખામણીએ ઓછું થયું હતું. જોકે, આ વખતે VIP બેઠકો પર પણ ઓછું મતદાન થયું હોવાની વિગત સામે આવી છે. ત્યારે આવો જોઈએ આવી બેઠક પર કેટલું મતદાન થયું અને કેવા હતા મતદારોના તેવર (Low Vote turnout in VIP Assembly Seats) ઘટાડો થયો હતો. ત્યારે આવો જાણીએ કઈ બેઠક પર કેટલું મતદાન (VIP Voters in Gujarat) થયું હતું.

અમદાવાદમાં મતદાન શહેરની ઘાડલોડિયા બેઠક (Ghatlodia Assembly Seat) પરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા હતા. આ બેઠક પર આ વખતે 59.62 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 68.71 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.09 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે સાબરમતીમાં આ વખતે 55.71 ટકા મતદાન થયું હતું. આ બેઠક પરથી ભાજપે હર્ષદ પટેલને ટિકીટ આપી છે. આ એવી બેઠક છે, જેના મતદાર ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi vote for Sabarmati Seat) છે. વડાપ્રધાન વહેલી સવારે સાબરમતી બેઠક માટે (Sabarmati Assembly Seat) રાણિપમાં મતદાન કર્યું હતું. અહીં વર્ષ 2017માં 65.91 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 10.2 ટકાનો ઘટાડો થયો છે.

વિરમગામમાં નિરસ મતદાન જ્યારે વિરમગામ બેઠક પર આ વખતે 63.95 ટકા મતદાન થયું હતું. જોકે, વર્ષ 2017માં અહીં કુલ 68.16 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 5 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. અહીંથી ભાજપે પાટીદાર નેતા હાર્દિક પટેલને ટિકીટ આપી છે. આ સાથે જ તેમની પર પાર્ટીએ મોટી જવાબદારી મુકી છે.

બનાસકાંઠામાં ઓછું મતદાન જિલ્લાની થરાદ બેઠક (Tharad Assembly Seat) પર આ વખતે સૌની નજર રહેશે. કારણ કે, અહીંથી ભાજપે પૂર્વ પ્રધાન શંકર ચૌધરીને ટિકીટ આપી છે. જોકે તેઓ વર્ષ 2017માં બનાસકાંઠાની વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ વખતે થરાદમાં 85.20 ટકા મતદાન થયું છે. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં અહીં 86.15 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 0.95 ટકા ઓછું મતદાન થયું છે. તો વડગામ બેઠક પર આ વખતે 66.21 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં અહીં 72.12 ટકા મતદાન થયું હતું. એટલે કે 5.91 ટકા ઓછું મતદાન થયું હતું. અહીંથી કૉંગ્રેસ જિગ્નેશ મેવાણીને ટિકીટ આપી છે.

ગાંધીનગરમાં મતદાનની ટકાવારી ઘટી અહીં આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક (Gandhinagar South Seat) પર સૌથી વધારે રસાકસી અને નજર રહેશે. કારણ કે, ભાજપે આ વખતે અહીંથી પૂર્વ આંદોલનકારી અલ્પેશ ઠાકોરને ટિકીટ આપી છે. આ એ જ અલ્પેશ ઠાકોર છે, જેઓ વર્ષ 2017ની ચૂંટણી પહેલા ભાજપ સામે પડ્યા હતા. ત્યારબાદ તેઓ ભાજપ સાથે જોડાઈ જતાં તેમને ટિકીટ મળી હતી. આ વખતે અહીં 62.20 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં 70.77 ટકા મતદાન થયું હતું. આ વખતે અહીં 8.57 ટકા ઓછું મતદાન થયું છે.

વડોદરાની સ્થિતિ વડોદરાની વાઘોડિયા બેઠક પર આ વખતે સૌથી વધુ (Vaghodia Assembly seat) રસાકસી જોવા મળશે. કારણ કે, ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકીટ કાપીને અહીંથી અશ્વિન પટેલને ટિકીટ આપી છે. એટલે મધુ શ્રીવાસ્તવે અહીંથી જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આ વખતે વાઘોડિયામાં 67.71 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017માં 76.94 ટકા મતદાન થયું હતું. આ વખતે 9.23 ટકા મતદાન ઘટ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અહીંથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ બાજી મારશે કે પછી ભાજપ આ બેઠક પોતાની તરફ રાખવામાં સફળ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.