ETV Bharat / state

રથયાત્રાની તૈયારીઃ 108 કળશથી ભગવાન જગન્નાથનો જળાભિષેક

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.

આજથી જળયાત્રાનો કરાયો પ્રારંભ
author img

By

Published : Jun 17, 2019, 8:35 AM IST

Updated : Jun 17, 2019, 11:42 AM IST

આ જળયાત્રામાં 108 કળશમાં સાબરમતીમાંથી પાણી લઇ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં ભાવિ-ભક્તો જગન્નાથ મંદિરે ઉમટ્યા છે. આ જળયાત્રામાં ભક્તોનો ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

રથયાત્રાની તૈયારીઃ ભગવાન જગન્નાથની 108 કળશ સાથે જળયાત્રા નીકળી
  • જગન્નાથજીની 140મી રથયાત્રા અષાઢ સુદ બીજ તા. 4-7-2019નાં રોજ નિકળશે.
  • રથયાત્રા પૂર્વે અતિ મહત્ત્વપૂર્ણ ગણાતી જળયાત્રા જેઠ, સુદ પુનમના દિવસે સવારે મહંત દિલીપદાસજી મહારાજનાં સાનિધ્યમાં નીકળી હતી.
  • 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન બાદ 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની પૂજન વિધિ કરી મહા જળાભિષેક કરવામાં આવ્યો હતો.
  • જગન્નાથજી, સુભદ્રાજી, બળભદ્રજીનાં ગજવેશ શણગારનાં દર્શન થશે. જગન્નાથ મંદિરેથી નીકળેલી આ જળયાત્રામાં ૧૪ જેટલાં ગજરાજો ઉપર કળશ તેમજ ૧૦૮ પારંપારિક કળશ અને ૧૦૦૮ મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં જોડાઈ હતી.
  • આ ઉપરાંત ૫૦૧ લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી તેમજ ૫૧ લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે, ૧૦ જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભકતો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના ઘાટે નદીમાંથી જળ ભરી અને પૂજા કરી હતી. આ પૂજામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, બીજલ પટેલ જોડાયા હતા.
  • આ પૂજા બાદ કળશમાં જે જળ લઈ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રનો મહા જળાભિષેક કરવામાં આવ્યો હતો.
  • ભગવાનને વિશિષ્ટ પ્રકારના વસ્ત્રથી અલંકૃત કરવામાં આવશે અને તે વિશિષ્ટ રૂપમાં ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે અને તેથી જ તેમને દર્શનને ગજવેશ કહેવામાં આવે છે.
  • ભગવાનને તેમના મામાનાં ઘરે સરસપુર ખાતે જશે. જેનાં કારણે મંદિરમાં ૧૫ દિવસ સુધી વિગ્રહ રહેશે અને ભગવાનના દર્શન નહીં થઈ શકે.

Intro:Body:

રથયાત્રાની તૈયારીઃ આજે ભગવાન જગન્નાથની 108 કળશ સાથે જળયાત્રા

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. 

આ જળયાત્રામાં 108 કળશમાં સાબરમતીમાંથી પાણી લઇ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે. જેથી મોટી સંખ્યામાં ભાવિ-ભક્તો જગન્નાથ મંદિરે ઉમટ્યા છે.

Conclusion:
Last Updated : Jun 17, 2019, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.