આરોપી રાજકોટના કુવાડવા અને આસપાસના વિસ્તારમાં એસ.ટી બસમાં મુસાફરી કરતા લોકો અને રાત્રે ખાનગી વાહનમાં જતાં લોકોને ખાવવાની ચીજ-વસ્તુઓમાં ઘેનની દાવા નાખી બેભાન કરી લૂંટી લેતા હતા. છેલ્લા બે વર્ષમાં આરોપી દ્વારા એસ.ટી બસમાં બેભાન કરી લુંટ ચલાવવાના 21 જેટલા ગુના નોંધાયા હતા. આરોપીને ઝડપી પાડવામાં માટે રાજકોટ પોલીસ કમિશ્રર દ્વારા તેને શોધીને પડકવા માટેનો હુકમ પણ બહાર પાડયો હતો.
અમદાવાદમાં આવતી બસમાં આરોપીએ ફરિયાદીને બેભાન કરીને સોનાની ચેનની લૂંટ ચલાવી હતી અને બાબતે ગુનો દાખલ થતાં આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ રિમાન્ડ માટે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.