- લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સી-પ્લેન મારફતે કેવડિયા પહોંચ્યા
- એરોડ્રોમમાં સી-પ્લેનની લીધી મુલાકાત
- ગુજરાત આવીને આનંદ થયો - ઓમ બિરલા
અમદાવાદઃ આવતીકાલથી 2 દિવસ સુધી કેવડિયામાં દેશના રક્ષણ અને સુરક્ષા સામાજિક-આર્થિક વિકાસને લઈ જરૂરી ચર્ચાઓ કરવામાં આવશે. ખાસ કરીને લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ અને જ્યુડિશિયલી ત્રણેનો સમન્વય સારી રીતે થઈ શકે એક બીજાના વિભાગમાં દાખલ પણ ન થાય અને બંધારણમાં રહીને કામ થાય તે માટે રાષ્ટ્રપતિની હાજરીમાં જરૂરી ચર્ચા કરાશે.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
આ કાર્યક્રમને લઇને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વિવિધ 37 જેટલી ટીમો બનાવી તમામ મહેમાનોને સુરક્ષા સાથે લાઈઝન અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. જે અધિકારીઓની સાથે રહેતા તમામ બાબતોનું ધ્યાન રાખશે. બાકી તમામ સુવિધાઓ પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ટ સિટી 2 ખાતે કરવામાં આવી છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાનું સી-પ્લેનમાં કેવડિયા પહોંચ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા ટેન્ટ સિટી 2માં 25 અને 26 નવેમ્બરે દેશની ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ યોજાશે. જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. 24મીથી VVIPનું આગમન શરૂ થયું છે. ત્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાંજે અમદાવાદથી “સી” પ્લેનમાં કેવડિયા પોહોંચ્યાં હતા. તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો “સી’ પ્લેન માંથી શુટ કરેલો વિડિઓ ટ્વીટ કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે “ગરવી ગુજરાતની ધરતી ઉપર આવીને ગર્વ થાય છે”.