અમદાવાદ : ગુજરાતમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઇ ભાજપે દરેક મોરચે તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દ્વારા સુશાસનના 9 વર્ષ બાદ હાલ લોકસભા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મહિલાઓને ભાજપમાં લાવવા માટે પ્રદેશ મહિલા મોરચાના જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આજે મહિલા મોરચા દ્વારા કમલમ ખાતે પ્રેસ મિટિંગ યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા સ્ત્રી સશક્તિકરણના પ્રયાસોના ભાગરૂપે તારીખ 19 ના રોજ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની આગેવાનીમાં મહિલા મોરચાના કમળ મિત્ર અભિયાન શરૂ થવા જઇ રહ્યું છે. જે અંતર્ગત મહિલાઓના ઉત્કર્ષ લક્ષી યોજનાઓની માહિતી મહિલાઓ સુધી પહોંચે તે માટે પ્રયત્નો કરવામાં આવશે.
7000થી વધુ મહિલાઓનું રજિસ્ટ્રેશન : વિવિધ પાર્ટી લક્ષી કામોથી મહિલાઓને અવગત કરાવવા, હકારાત્મક અભિગમ, વિશેષ સૂચનો સાથે કામગીરીની જાણકારી આપવામાં આવી હતી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે મહિલાઓને ભાજપમાં જોડાવા અને પક્ષ તરફી વલણ અપનાવવા માટે સ્ત્રી સશક્તિકરણની રાજ્યવ્યાપી યોજનાઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા સરકાર દ્વારા જોર આપવામાં આવી રહ્યું છે. જે યોજનાઓ અંગે મહિલાઓ જાગૃત બને તે માટે હાલ કમળ મિત્ર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં હાલ 7000થી વધુ મહિલાઓનું કમલ મિત્ર તરીકે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓની માહિતી આપતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવશે. ભાજપ દ્વારા મહિલા મતદારોને લોકસભા ચૂંટણી પહેલાં પક્ષ તરફી વલણ અપનાવવા માટે કમલ મિત્ર અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. - ડો. દીપિકા સરડાવા (મહિલા મોરચાના અધ્યક્ષ)
જે.પી. નડ્ડાના હસ્તે પ્રારંભ : અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં મહિલાઓને આવરી લેવામાં આવશે. તેના માટે પેજ કમિટીની સભ્ય બહેનોને પણ કમલ મિત્રની તાલીમ આપવામાં આવશે. આ અભિયાન લાંબા સમય સુધી ચલાવવામાં આવશે. તેવું મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા દ્વારા જણાવવામાં આવ્યું હતું. કમળ મિત્ર અભિયાનનો આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ અભિયાનનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના હસ્તે પ્રારંભ કરવામાં આવશે. જેમાં મહિલા લક્ષી યોજનાઓની તમામ માહિતી મહિલાઓ સુધી પહોંચાડવાની કામગીરી મુખ્ય ઉદ્દેશ બની રહેશે. તો આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ હાજર રહેશે સાથે પ્રદેશ મહિલા મોરચા સહિત પદાધિકારીઓની હાજરીમાં કમળ મિત્ર અભિયાનનો આરંભ કરવામાં આવશે.
Gujarat Cabinet Meeting : કેબિનેટ બેઠક સમયમાં ફેરફાર, સરકારના 150 દિવસના કામકાજનું પ્રેઝન્ટેશન કરાશે
Kamalam Bjp Meeting : આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ શરૂ કરશે મહાસંપર્ક અભિયાન