અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવતા હોય છે. રાજ્યમાં અવારનવાર દારૂનો વેપલો જોવા મળે છે. ત્યારે હવે તંત્ર મૌન બની તમાશો જોતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર ખૂલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. આના કારણે સ્થાનિક પોલીસ પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.
આ પણ વાંચોઃ Surat Crime: દારૂની હેરાફેરી કરનારી પૂર્વ કોંગી નેતા મેઘના પટેલની ધરપકડ, 10 લાખનો મુદ્દામાલ કબજે
સ્થાનિક પોલીસ સામે ઊઠ્યા પ્રશ્નોઃ અમદાવાદના શાહીબાગ વિસ્તાર નજીક એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે. આ જ હોસ્પિટલની સામે ખૂલ્લેઆમ વિદેશી દારૂની રેલમછેલ ચાલી રહી હોવાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો આ સત્ય હોય તો તંત્ર સામે અનેક સવાલો ઊભા થાય છે. ખૂલ્લેઆમ વેચાઈ રહેલા વિદેશી દારૂ કોની મહેરબાનીથી વેચાઈ રહ્યો છે અને જો આ વીડિયો સત્ય હોય તો સિવિલ હોસ્પિટલ સામે ચાલતા આ દારૂના વેપલાને નાથવામાં પોલીસ તંત્ર નિષ્ફળ હોવા પાછળ જવાબદાર કોણ? આવા અનેક સવાલો લોકમુખે જોવા મળી રહ્યા છે.
દારૂની અનેક હાટડીઓ ધમધમે છેઃ શહેરમાં દારૂબંધીનો અમલ જાણે કે, નામ પૂરતો હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં દેશીવિદેશી દારૂની હાટડિયો ધમધમતી હોવાની વાતો ચર્ચાતી રહી છે. તાજેતરમાં એક વાઈરલ થયેલા વીડિયોમાં સિવિલ હોસ્પિટલના ગેટ નંબર 5ની નજીક આવેલી એક ગલીમાં ખાણીપીણીની લારીઓની આડમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાનું જાેવા મળી રહ્યું છે. અહીં પૂરીશાકની એક લારી નજીક ઊભેલા 2 શખ્સો જાેઈએ તે બ્રાન્ડની બોટલ પૈસા લઈને આપતા હોવાનું જાેવા અને સાંભળવા મળી રહ્યું છે. ભારે ભીડ વચ્ચે જાહેરમાં ખુલ્લેઆમ દારૂની બોટલોની લેવડદેવડ થાય છે. આ વીડિયો સાચો હોય તો સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે.
દારૂનો ખૂલ્લેઆમ વેપલોઃ અગાઉ સ્ટેટ વિજિલન્સે શાહીબાગ વિસ્તારમાં અનેકવાર દેશીવિદેશી દારૂના વેપલાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડી હતી. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાનું કથિત વાયરલ વીડિયોમાં ઉજાગર થઈ રહ્યું છે. શાહીબાગના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ નજીક વિદેશી દારૂનો વેપલો ખૂલ્લેઆમ ચાલતો હોવાનું અનુમાન વીડિયોના આધારે લગાવાઈ રહ્યુંં છે. જોકે, ETV Bharat આ વાઈરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. તેમ છતાં આ વિડીયો ક્યા વિસ્તારનો છે અને ક્યા સ્થળે વેપલો ચાલે છે.
ખૂબ જ ગંભીર બાબતઃ આપને જણાવી દઈએ કે, હોસ્પિટલની નજીકમાં આવી નશાકારક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તે ઘણી ગંભીર બાબત છે. રાજ્યભરમાંથી અહીં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે, જ્યારે નજીકમાં જ નશાના વેપારીઓ લોકોને દર્દી બનાવી રહ્યા હોવાની ચર્ચાઓ ઊઠવા પામી છે.
આ પણ વાંચોઃ Surat Crime: ગ્રામ્ય પોલીસે ઓલપાડ તાલુકામાં દેશીદારૂનો નાશ કર્યો, 70 આરોપીઓની અટકાયત
આ રીતે આવે દારૂઃ વાત કરવામાં આવે ગુજરાતનાં મુખ્ય શહેર અમદાવાદની તો, અહીં રોજના હજારો લીટર દારૂ ઠલવાઈ રહ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં સરહદી રાજ્યોમાંથી બેરોકટોકપણે આવતો દારૂ પોલીસની નજર ચૂકવીને લાવવામાં આવતો હોય તેમ માનવામાં આવતું નથી. મળતી માહિતી અનુસાર, બોર્ડર વિસ્તારમાંથી હજારો લીટર વિદેશી દારૂ લાવવા એક મજબૂત લિન્ક ચાલે છે. ઉપર લેવલથી નીચે સુધી સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલી લોબી આ દારૂ લાવવામાં કામ કરતી હોય છે.