સિવિલ હોસ્પિટલના HIVના નિષ્ણાંત ડોક્ટર બિપિન અમીને જણાવ્યું હતું કે, HIVના દરેક સ્ટેજમાં દર્દીનું મોત થાય તેવું નથી હોતું પરંતુ જ્યારે દર્દી એડવાન્સ સ્ટેજમાં હોય ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે. જેને કારણે વધુ ઇન્ફેક્શન થતું હોય છે. સાથે જ સારવાર લેવા મોડા પહોંચવાને અને દવા સમય પર શરૂ ના કરવાના કારણે HIVના દર્દીને AIDS થતો હોય છે.
HIV-AIDSની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખૂબ જ સારું સેન્ટર છે. જેમાં HIVના તમામ ટેસ્ટ સાથે જ દવાઓ પણ જિંદગીભર દર્દીઓને મફતમાં આપવામાં આવે છે. સમયસર ચેક-અપ તથા બાકીના ટેસ્ટ કરાવવાથી આ રોગની જાણ થઈ જાય છે.સિવિલ હોસ્પિટલમાં દર મહિને 6થી 7હજાર લોકો સારવાર મેળવે છે,અને પોતાની જિંદગી ખૂબ સારી રીતે પસાર કરે છે .રોગ માટે લોકોએ જાગૃત થઈને સમયસર સારવાર કરાવવી જોઇએ.