10મી માર્ચે ભગા બારડની સજા પર સ્ટે હોવા છતાં ચૂંટણી પંચ કઈ રીતે તાલાલા બેઠક પર વહેલી પેટા- ચૂંટણી જાહેર કરી શકે છે તેબાબતે ચૂંટણી પંચ દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં કહ્યું કે સજા થાય અને ધારાસભ્યગેરલાયક સાબિત થાયપછી તેના પર સ્ટે મુકવામાં આવ્યો હોય કે નહિં તેમ છતાં બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત કરી શકાય છે. એટલું જ નહિ લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભા બેઠકની પેટા-ચૂંટણી યોજાઈ જાય માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચના વકીલે વધુમાં કહ્યું કે સ્પીકરના નિર્ણયને રીવ્યુ કરવાનો કામ ચૂંટણી પંચનું નથી. સ્પીકર એકવાર પોતાનો નિર્ણય જાહેર કરે અને કોઈ બેઠક ખાલી હોય તો તેમાં ચૂંટણી પંચ સમીક્ષા કરી શકે નહીં.ઇલેક્શન કમિશને કોઈ પણ રાજકીય કિન્નાખોરી રાખ્યા વગર બિન -પક્ષપાતી રીતે કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. આગામી સમયમાં જો ભગા બારડની સજા પર ફરીવાર જો સ્ટે મુકવામાં આવે તો એ જાહેર થયેલી પેટા-ચૂંટણીમાં ભાગ લઈ શકે છે.
ભગા બારડના વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યુંકે ગેરલાયક જાહેર કર્યા બાદ 8 સપ્તાહના અપીલ પિરિયડની રાહ જોયા વગર પેટા-ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપમાં ઘણા નેતા છે કે જેમને આવી સજા થઈ છે પરંતુ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને માટે પેટા-ચૂંટણી યોજવા પર વચગાળાનો સ્ટે મુકવામાં આવે.
આ મામલે સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે કોર્ટ દ્વારા સજા કરવામાં આવેઅને સ્ટે પણ હાઇકોર્ટના સિંગલ જજ દ્વારા હટાવીલેવામાં આવ્યો છે ત્યારે ખાલી પડેલી બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટા-ચૂંટણીની જાહેરાત વ્યાજબી છે.