અમદાવાદમાં રૂટ્સ એન્ડ પાથ વેઝ મિક્સ મીડીયમ પેઇન્ટિંગ અને ઈન્સ્ટોલેશન એક્ઝિબિશન અમી પટેલ દ્વારા તૈયાર કરાયું છે. તેમજ નયના સોપારકાર દ્વારા કયુરેટ થયેલ છે. જે લોકોને પ્રકૃતિની દિશા તરફ લઈ જશે. નેચર કેવી રીતે કામ કરે છે. તેને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે કેનવાસ પર બનાવ્યું છે.
આ એક્ઝિબિશનમાં કલાકારે કુદરતી મૂળ, તંતુઓ તથા પાંદડાનો ઉપયોગ કરીને આર્ટવર્ક કર્યા છે. જે 13 જાન્યુઆરી સુધી સોમવારથી શનિવાર સવારે 11થી સાંજે 7 વાગ્યા સુધી 079 આર્ટ ગેલેરી ખાતે લોકો જોઈ શકશે.
જીવનના રહસ્યને સમજવામાં અને તેને શોધવા માટે ક્યારેક લોકો પોતાની જાતને પણ ખોઈ દેતા હોય છે. વર્તમાન તરફ દોરી જતા માર્ગોને શોધવા માટે લોકો ક્યારેક ભટકાઈ જતા હોય છે. ઘણી વસ્તુઓને જવાબ માગવા માટે લોકો કુદરત તરફ વળતા હોય છે. તેનું એક ઉદાહરણ છે વૃક્ષો. વૃક્ષથી એક ચક્ર ઉદ્ભવે છે. પહેલા બીજમાંથી એક રૂપો ફૂલો, ફળો ઉત્પન થાય છે. આ ઝાડની યાત્રા એ આપણું પ્રતિબિંબ છે. રૂટ્સ એ આપણા જીવનની વૃદ્ધિનો એક ભાગ છે. જે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.