આ જળયાત્રામાં 15 ગજરાજો, 108 પારંપરીક કળશ અને 1008 મહિલાઓ પણ જોડાય છે. તથા 10 થી વધુ ભજન મંડળીઓ, 501 જેટલા લોકો હાથમાં વિવિધ રંગોના ઝંડા અને ધજા સાથે સામેલ થતા હોય છે.આ ઉપરાંત 51 લોકો ચાંદીની છડી સાથે ,10 જેટલા લોકો કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા સમાન જ આ જળયાત્રા ગણાય છે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે. આ મંદિરમાં પંદર દિવસ સુધી ભગવાન વિગ્રહ રહેશે.
જળયાત્રાની જાણો કેટલીક રસપ્રદ વાત
- ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા છે જળયાત્રા.
- રથયાત્રાનો પહેલો પડાવ એટલે જળયાત્રા.
- જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.
- જળયાત્રા સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચશે.
- સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.
- ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરાશે.
- જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે.
- મંદિરમાં ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવશે.
- જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભક્તજનો રહેશે ઉપસ્થિત.
- મંદિરમાં મૂર્તિઓને દૂધ-કેસરથી સ્નાન કરાવવામાં આવશે.
- તાંબા અને પિતળના કળશમાં લાવશે જળ.
- જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું મહત્વ વિશેષ છે.
- જળાભિષેક બાદ ગજવેશમાં પ્રભુનાં દર્શન આપશે.
- જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન થશે.
ગજવેશ સાથે જોડાયેલી છે એક અનોખી માન્યતા જાણો શુ છે એ માન્યતા....
જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં "ગજવેશ"નાં શણગારનાં દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થયા. ભક્તને લાગ્યું કે, આ ભગવાન ન હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.જળયાત્રા બાદ ભગવાન પોતાના મામાના ઘરે સરસપૂરમાં જતા હોય છે.