અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા કિરણ પટેલે સમગ્ર દેશની ઊંઘ હરામ કરી નાંખી છે. પીએમઓના અધિકારીની નકલી ઓળખ આપીને જમ્મુ-કાશ્મીરમાં અધિકારીઓ સાથે બેઠક કરી છે. લાલચોકની મુલાકાત લીધી, ઉરીની કમાન્ડ પોસ્ટ સુધી જઈને આવ્યો છે. ઝેડ પ્લસ સુરક્ષા મેળવી છે. કિરણ પટેલની ઘરપકડ પછી સમગ્ર મામલો સામે આવ્યો છે.
-
॥ जय हिन्द ॥ pic.twitter.com/WCEZxlDHId
— Dr. Kiran J Patel (@bansijpatel) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">॥ जय हिन्द ॥ pic.twitter.com/WCEZxlDHId
— Dr. Kiran J Patel (@bansijpatel) February 27, 2023॥ जय हिन्द ॥ pic.twitter.com/WCEZxlDHId
— Dr. Kiran J Patel (@bansijpatel) February 27, 2023
આ પણ વાંચોઃ Kiran Patel Fake Pmo Official: ગુપ્તચર એજન્સીની એક શંકાએ નકલી PMO અધિકારી કિરણ પટેલનો કર્યો પર્દાફાશ
વિઝિટિંગ કાર્ડ અસલી કે નકલીઃ અમદાવાદના કિરણ પટેલે વિઝિંટિંગ કાર્ડ બનાવ્યું હતું, જેમાં પોતાનું નામ ડૉ. કિરણ પટેલ દર્શાવ્યું છે. સાથે એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઈન્સ), પીએમઓ એવો હોદ્દો દર્શાવ્યો હતો. તેમ જ નવી દિલ્હીના રહેઠાણનું સરનામું પણ દર્શાવ્યું છે. આ વિઝિટિંગ કાર્ડનો દૂરૂપયોગ કર્યો છે, અને તમામ ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી લીધી હશે.
અમદાવાદમાં પોશ વિસ્તારમાં બંગલો લીધો છેઃ હાઈપ્રોફાઈલ અધિકારી ગણાવતો કિરણ પટેલ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી છે અને તાજેતરમાં એક વર્ષ પહેલાં તેણે અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવન રોડ પર બંગલો લીધો છે અને ફેમિલી સાથે રહેવા આવ્યો છે.
મહાઠગ કિરણના પત્નીની જુબાનીઃ કિરણ પટેલની પત્ની માલિનીબેને જણાવ્યું હતું કે, કિરણને કોઈએ ખોટી રીતે ફસાવ્યો છે. અમે કોઈ ખોટું કામ કર્યું નથી. તે કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા છે. બીજી વાત પીએમઓમાં બધા કિરણને ઓળખે છે અને તેમના સારા કોન્ટેક્ટ છે. અમે ભણેલા છીએ તો અમારામાં બુદ્ધિ છે કે, આવું ખોટું ન કરાય. અમને કોઈએ ફસાવ્યા છે.
મહાઠગ કિરણ સરસ અંગ્રેજી બોલી શકે છેઃ મળતી માહિતી, કિરણ પટેલ બોલવામાં બહુ હોંશિયાર છે અને સરસ રીતે અંગ્રેજી બોલી શકે છે, જેથી તે ગમે તેને વાતચીતમાં આંજી નાંખે તેવી તેની સ્ટાઈલ છે. સોશિયલ મીડિયામાં તેણે અનેક ફોટા મૂક્યા છે અને હાઈપ્રોફાઈલ જિંદગી જીવે છે, તેવું તેના પરથી દેખાય છે.
વિદેશી યુનિવર્સિટીના લેટર સોશિયલ મીડિયામાં મૂક્યાઃ કિરણ પટેલે વિદેશી યુનિવર્સિટીના લેટર સોશિયલ મીડિયામાં શેર કરીને દર્શાવ્યું છે કે, તે કેટલું ભણેલો છે. અત્યારે કિરણ કાશ્મીર પોલીસ કસ્ટડીમાં છે અને દેશની વિવિધ એજન્સી તેની પૂછપરછ કરશે અને વધુ નવા ખુલાસા થશે. તેણે વિદેશી યુનિવર્સિટીમાંથી લીધેલી ડિગ્રીના સર્ટિફિકેટ અંગેના પ્રશ્ન પુછાશે અને તેની સત્યતાની તપાસ થશે, પછી સાચી સ્થિતિ બહાર આવશે.
રાજકીય અગ્રણીઓ સાથેના ફોટોઃ મહાઠગ કિરણ પટેલના રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા વાઈરલ થયા છે, જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથેનો ફોટો અને અમદાવાદના પૂર્વ મેયર મિનાક્ષી પટેલ સાથેનો ફોટો તેણે સોશિયલ મીડિયામાં મુક્યો છે. તો જય વસાવડા સાથેનો ફોટો પણ ટ્વિટરમાં મુક્યો છે. તેમ જ તેની પત્ની સાથેના ફોટા અને કશ્મીરમાં જે જગ્યાએ ગયો છે, તે તમામ ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે.
કૉંગ્રેસના સવાલ, કેન્દ્ર જવાબ આપેઃ સમગ્ર દેશ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ચિંતાનો વિષય બન્યો છે. જમ્મુ કાશ્મીર જેવા અતિ સંવદેનશીલ વિસ્તારની મુલાકાતએ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કરે છે. આવું કેવી રીતે બને? ઓળખકાર્ડમાં પોસ્ટ બતાવી તેની ચકાસણી કેમ ન થઈ? ઝેડ પ્લસ સિક્યોરિટી માટે નિતિ નિયમ હોય છે. કોના આશીર્વાદથી સિક્યોરિટી સાથે ફરતા? જમ્મુ અને કાશ્મીર માટે મોટા દાવા કરતી સરકાર કેવી કે જે કન્ફર્મ ન કરી શકે. નકલી પીએમઓ અધિકારી સંવેદનશીલ વિસ્તારમાં સત્તાવાર મુલાકાત કરે, આટલી મોટી ચૂક કેમ થાય? ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.