ETV Bharat / state

આજે જન્માષ્ટમીઃ છેલ્લા 3 વર્ષથી કીર્તિદાન અને જીગ્નેશ કૃષ્ણભક્તિના ગીતને રિલીઝ કરી રહ્યાં છે, આ રહ્યું ગીત...

author img

By

Published : Aug 12, 2020, 10:53 AM IST

ચાલુ વર્ષે કોરોનાના લીધે લાદવામાં આવેલા લોકડાઉન અને સરકારની સોશિયલ ડિસ્ટન્સિંન્ગનું પાલન કરવાના આદેશને કારણે મનોરંજન જગત હાલમાં સંપૂર્ણ ઓનલાઈન થઈ ગયું છે. લોકોને કલાકારોના લાઈવ કાર્યક્રમ અને આપણા ગુજરાતના સાંસ્કૃતિક ડાયરાઓ જોવા મળી રહ્યાં નથી.

Jignesh Kaviraj
Jignesh Kaviraj

અમદાવાદઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં જનમાષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે કોરોનાના કહેરને ધ્યાને રાખીને મંદિરોમાં દર વખતની જેમ ઉજવણી કરવામાં આવી રહી નથી. આ સમયમાં લોકો ઘરે રહી મનોરંજન મેળવી શકે તેવા પ્રયાસ અને શ્રી કૃષ્ણના જન્મનો તહેવાર જન્માષ્ટમી માટે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલું ગીત ગુજરાતના જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી અને પ્રખ્યાત ગાયક જીગ્નેશ કવિરાજ બારોટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમી નિમિતે છેલ્લા ત્રણ વર્ષથી કીર્તિદાન ગઢવી અને જીગ્નેશ કવિરાજ ક્રિષ્ન ભક્તિ પરના ગીતને કરી રહ્યા છે રિલીઝ
પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી અને જીગ્નેશ કવિરાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સાથે મળીને જન્માષ્ટમીના તહેવારમાં ગીત બનાવવામાં આવે છે. જેને લોકો ખૂબ જ પસંદ કરે છે. આ ગીતના ઉપલક્ષમાં ઇ ટીવી ભારત દ્વારા જીગ્નેશ કવિરાજ બારોટ સાથે ખાસ મુલાકાત કરી હતી. જેમાં આ ગીત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, આ ગીત કીર્તિદાન ગઢવી ઓફિશયલ પર તમને સાંભળવા મળશે અને હાલમાં યુ ટ્યૂબ પર પણ ધૂમ મચાવી રહ્યું છે.

વધુમાં આ સાથે જ જીગ્નેશ કવિરાજે કલાકારોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને સરકારના બીજા નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને દરેક કલાકારોની તબિયત સારી રહે તેવી કામના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.