ભાજપના અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર કિરીટ સોલંકીએ પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું. કિરીટ સોલંકીએ આ નામાંકન ફોર્મ ભરવા જતા પહેલા અમદાવાદમાં એક શક્તિ પ્રદર્શન કર્યું હોય તેમ રોડ શો પણ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ સાથે જ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય સભાના સભ્ય શંભુ પ્રસાદ ટુંડીયા સાથે અમદાવાદના ધારાસભ્યો અને કોર્પોરેશનના નેતાઓ પણ કિરીટ સોલંકી સાથે રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શો પુરો થયા બાદ કિરીટ સોલંકીએ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ભર્યું હતું, ત્યારબાદ મીડિયા સાથે વાતચીતમાં કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, આ વખતે ગત ટર્મ કરતા પણ વધુ મતની લીડ સાથે જીતીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકીએ નોંધાવી ઉમેદવારી - Gujarat news
અમદાવાદઃ ભાજપ દ્વારા 26માંથી 23 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે, ત્યારે આ 23 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.