ETV Bharat / state

પાપી પેટ માટે આચર્યું પાપ! મજૂરી નહીં મળતા ચોરીના રવાડે ચડ્યા - Burglary in Ahmedabad Khokhara

અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવો બન્યા હતા. ખોખરા પોલીસે ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં ચોરી કરવાનું કરાણ પૂછતા એવું કારણ આપ્યું કે પોલીસ પણ આ સાંભળીને ચોંકી ગઈ હતી. Ahmedabad city arrested Accused of theft, Theft incidents in Ahmedabad

પાપી પેટ માટે આચર્યું પાપ! મજૂરી નહીં મળતા ચોરીના રવાડે ચડ્યા

author img

By

Published : Sep 8, 2022, 8:09 PM IST

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોની ઘટના સામે( Theft incidents in Ahmedabad)આવી હતી. તેમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવો બન્યા હતા, જેમાં ખોખરા પોલીસે ત્રણ આરોપીઓ માંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે સુનિલ ઉર્ફે ડોંગરો ચુનારા અને આઝાદ ચુનારા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે અને ફરાર વિક્રમ નામના આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

પેટ માટે માણસ કઈ પણ કરે બેકારી માણસને કઈ પણ કરાવવા મજબૂર બનાવી જતી (Ahmedabad arrested Accused of theft)હોય છે, અને આવું જ કંઈક બન્યું છે ખોખરા પોલીસના ગિરફતમાં આવેલા આ બંને આરોપીઓ સાથે છેલ્લા કેટલાય સમયથી છૂટક મજૂરી મળતી ન હોવાના લીધે આ બંને શખ્સોએ ચોરીના ગુનાને અંજામ આપવાનો વિચાર કરી નાંખ્યો હતો. બાદમાં મજૂરી કરવાના ઓજારો વડે જ ખોખરા વિસ્તારમાં હાથ સાફ કરવાની શરૂઆત કરી દીધી હતી.

ચોરીના રવાડે ચડ્યા

ચોરીની ઘટનાને અંજામ આપતા આ ઘરફોડ ચોરી 19550 અને સાદી ચોરી 15500 રૂપિયાની આચરી (Burglary in Ahmedabad Khokhara )હતી. જેમાં બંધ મકાનમાં રહેલો સામાનની ચોરી આ બંને આરોપીઓ અને હાલ પોલીસ ચોપડે વોન્ટેડ એવો આરોપી વિક્રમ ચુનારા આ ત્રણેય આરોપીઓ મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં જણાઈ આવે છે. હાલ પોલીસે વોન્ટેડ આરોપો વિક્રમ ચુનારાની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

કામ નહીં મળતા ગુનાનો રસ્તો અપનાવ્યો ખોખરા પોલીસની ગિરફતમાં આવેલા આ બંને આરોપીઓ સુનિલ ઉર્ફે ડોંગરો અને આઝાદ ચુનારાની ધરપકડ કરી લીધી છે. બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે છેલ્લા કેટલાક સમયથી છૂટક મજૂરી નહીં મળતા આખરે તેમણે ગુનાનો રસ્તો અપનાવ્યો હતો. પોતાની મજૂરી કરવાના સાધનો વડે જ ખોખરા વિસ્તારમાં ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું, એક ગર્ફોળ ચોરી તથા એક ચોરી એમ કુલ બે ગુનાને અંજામ આ ત્રણેય આરોપીઓએ આપેલો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસે ચોરીમાં ગયેલો તમામ મુદ્દમાલ રીકવર કરી લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.