ETV Bharat / state

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભે કેવી રીતે રમતવીરોને આપ્યો સરળ માર્ગ, જાણો શું રહ્યો ઇતિહાસ - Khel Mahakumbh 2022 launch by PM Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જ મુખ્યપ્રધાનકાળમાં શરૂ કરેલા ખેલ મહાકુંભનો (Khel Mahakumbh 2022) પ્રારંભ કરાવશે. તો આવો જાણીએ આ ખેલ મહાકુંભ વિશે વિસ્તૃત માહિતી..

Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભે કેવી રીતે રમતવીરોને આપ્યો સરળ માર્ગ, જાણો શું રહ્યો ઇતિહાસ

author img

By

Published : Mar 12, 2022, 11:57 AM IST

Updated : Mar 12, 2022, 1:35 PM IST

અમદાવાદ : ગુજરાતની સંસ્કૃતિમાં રમત-ગમતનું ખૂબ જ મૂલ્યવાન સ્થાન છે. ત્યારે જેમાં કેટલીક લોકપ્રિય રમતો ક્રિકેટ, ખો-ખો, બેડમિન્ટન, ફૂટબોલ, કબડ્ડી અને ટેબલ ટેનિસ છે. આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ રમતગમતની પ્રવૃત્તિઓની અધ્યક્ષતા અને દેખરેખ રાખે છે. જેમાં ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે સત્તામંડળ દ્વારા ઘણી સફળ અને લોકપ્રિય પહેલો હાથ ધરવામાં આવી છે, 'ખેલ મહાકુંભ' તેનું ઉદાહરણ છે. તો આવો જાણીએ આ ખેલ મહાકુંભ વિશે વિસ્તૃત માહિતી

ખેલ મહાકુંભ એક મહિના સુધી ચાલે છે--- ખેલ મહાકુંભનો પ્રારંભ ભારતના વડાપ્રધાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વર્ષ 2010માં એક મેગા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારથી ગુજરાતમાં દર વર્ષે 'ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ લગભગ એક મહિના સુધી ચાલે છે અને દરેક ઉભરતી પ્રતિભા તેમની કુશળતા અને સખત મહેનતનું પ્રદર્શન કરે છે. તે માત્ર ખેલૈયાઓને (Gujarat Khel Mahakumbh 2022) પ્લેટફોર્મ જ નહીં, પરંતુ પ્રતિભાગીઓ વચ્ચે સ્પર્ધાત્મક, મૈત્રીપૂર્ણ વાતાવરણને પણ પ્રોત્સાહિત કરે છે. કોઈપણ વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકે છે. તે પંચાયત કક્ષાએથી શરૂ થાય છે અને ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આગળ વધે છે. પછી, આ સ્તરના વિજેતાઓ રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં મળે છે.

આ પણ વાંચો : Khel Mahakumbh 2022: 12 માર્ચના PM મોદી કરાવશે શરૂઆત, હર્ષ સંઘવીએ કહ્યું ગામેગામ 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર

વિવિધ યોજનાઓનો લાભ મળે છે--- દર વર્ષે લાખો લોકો સહભાગીઓને વિક્રમી ભાગીદારી જોવા મળે છે. ખેલ મહાકુંભના (Khel Mahakumbh 2022) ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), શક્તિદૂત, સેન્ટર ઓફ એક્સેલન્સ (COE), ખેલ ગુજરાત સમર કોચિંગ કેમ્પ, શાળા કાર્યક્રમમાં, ખેલ પ્રતિભા પુરસ્કાર, મહિલા પુરસ્કાર, દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ મળે છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે વિશેષ ખેલ મહાકુંભ પણ છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં ઉંમરનો કોઈ પ્રતિબંધ નથી. જેમાં 5 કરોડથી વધુના રોકડ ઈનામો સાથે 35,000થી વધુ ખેલાડીઓ ભાગ લે છે.

ખેલ મહાકુંભની તૈયારીઓને લઇ હર્ષ સંઘવીએ શું કહ્યું જાણો--- ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી દ્વારા 12 માર્ચના રોજ અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભને લઈને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે કેવી તૈયારીઓ કરવામાં આવી છે તે બાબતે રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાતના તમામ ગામેગામે 'કબડ્ડી કબડ્ડી કબડ્ડી, ખો ખો ખો અને મોદી મોદી મોદી'ના સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે. યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય તે માટે ખેલ મહાકુંભ ખૂબ અગત્યનો રહેશે. PM મોદી ખેલ મહાકુંભની શરૂઆત કરવાની સત્તાવાર જાહેર થવાની સાથે જ અત્યારે કુલ 40 લાખ (Registration for Khel Mahakumbh) કરતા વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

30 કરોડના ઇનામો--- કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોવિડ નિયમોના પાલન સાથે ખેલ મહાકુંભનું 2022 આયોજન થશે. જેમાં 29 જેટલી રમતો હશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે 26 રમતો હશે. ચાર વયજૂથના ખેલાડીઓ જેમાં ભાગ લઇ શકશે. વિજેતા ખેલાડીઓ માટે રૂપિયા 30 કરોડના રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. દિવ્યાંગ વિજેતા ખેલાડીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer) દ્વારા RTGS ના માધ્યમથી રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે.

રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ ઇનામ--- ખેલ મહાકુંભની 2022 રાજ્યકક્ષાની સ્પર્ધાના અંતે રાજ્યની પ્રથમ ત્રણ શ્રેષ્ઠ શાળાઓને અનુક્રમે 5, 3 અને 2 લાખના રોકડ પુરસ્કાર અપાશે. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ જિલ્લાની પ્રથમ, દ્વિતીય અને તૃતીય શાળાઓને અનુક્રમે 1.5 અને 1 અને 0.75 લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. એવી જ રીતે તાલુકા કક્ષાની વિજેતા પ્રથમ ત્રણ શાળાઓને અનુક્રમે 25, 15 અને 10 હજારના રોકડ પુરસ્કાર અપાશે.

આ પણ વાંચો: Khel Mahakumbh Organized by BJP : ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ ખેલ મહાકુંભના માધ્યમથી યુવાનોને જોડવાનો કરશે પ્રયાસ

ખેલ મહાકુંભનો મહત્વ--- રમત-ગમત ક્ષેત્રે વિશિષ્ટ કૌશલ્ય ખીલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે. SAG ખાસ કરીને તો રમત ગમતને લગતી સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ યોજનાઓ સરકારના અંદાજપત્રમાં સમાવિષ્ટ. હોય છે જે અગાઉ યુવક સેવા આયુકતની કચેરી રાજ્ય ખેલકૂદ પરિષદના પરામર્શ સાથે ચલાવવામાં આવતી હતી. SAG ની સ્થાપના થયા બાદ તેમાં કેટલીક નવી રમત ગમતો ઉમેરવામાં આવી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે ફાળવવામાં આવ્યા 517 કરોડ--- આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (Gujarat Players at National Level) સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો ખેલ મહાકુંભ મારફતે સરકારે આદર્યા છે. ગુજરાત સરકારના બજેટ 2022-23 માં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 517 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

Last Updated : Mar 12, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.