અમદાવાદઃ અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumb Ahmedabad)ની શરૂઆત PM મોદી દ્વારા કરવમાં આવી છે. આમ રાજ્યના યુવાઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પ્રાપ્ત થાય (Sports In Gujarat) તે માટે આ ખેલ મહાકુંભ 2022 ખૂબ અગત્યનો રહેશે.
ખેલાડીઓને સારૂ સ્ટેજ મળશે---અમદાવાદમાં ખેલ મહાકુંભ (Khel Mahakumb Ahmedabad)ની શરૂઆત પણ PM મોદી દ્વારા કરી છે, ત્યારે ETV Bharat સાથે નીતિને વાત કરતા જણાવ્યું કે, તમે તમારો દિવસનો એક કલાક રમત પાછળ આપશો અને આગળ વધશો. નીતિન એ છે, જેમણે ચક્રફેકમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. તેમણે કહ્યું કે, આ ખેલ મહાકુંભથી ખેલાડીઓને સારૂ સ્ટેજ મળશે અને રમતામાં આગળ વધશે.
આ પણ વાંચોઃ Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભે કેવી રીતે રમતવીરોને આપ્યો સરળ માર્ગ, જાણો શું રહ્યો ઇતિહાસ
ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરે---ઉષા રોઠોડ એ ETV Bharatસાથે વાત કરતા જણાવ્યું કે, ખેલ મહાકુંભમાં ખેલાડીઓ ખુબ મહેનત કરી આગળ વધશે તેમજ ગુજરાતનું નામ રોશન કરશે. આ ખેલ મહાકુંભમાં ખેલાડીઓને રમતમાં પ્રોત્સાહન મળશે. સ્પોટ્સમાં ખેલાડીઓ પોતાનું કેરયર બાનાવે અને આગળ વધેશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય (Gujarat Players at National Level) સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરશે.
આ પણ વાંચોઃ PM Modi In Khel Mahakumbh 2022: PM મોદીએ કહ્યું આગામી ઓલિમ્પિકના ખેલાડીઓ ખેલ મહાકુંભમાંથી જ નીકળશે