ETV Bharat / state

ખોયા પાયા સ્કવોડ કાર્યરતઃ કાંકરિયા કાર્નિવલનો પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ

Ahmedabad Kankaria Carnival 2022: આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઇ રહ્યો છે. સાંજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ (Gujarat Cm Start Kankaria Carnival ) કરવામાં આવશે. અમદાવાદ પોલીસ દ્વારા કાંકરિયા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (Ahmedabad Kankaria Carnival police security) ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બે તે માટે ક્રાઇમબ્રાન્ચ ડોગ સ્કોડ તેમજ મહિલા માટે સી ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે.

Ahmedabad Kankaria Carnival 2022
Ahmedabad Kankaria Carnival 2022
author img

By

Published : Dec 25, 2022, 3:28 PM IST

અમદાવાદઃ શહેરના કાંકરિયા તળાવ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ કાંકરિયા કાર્નિવલ ભવ્ય રીતે ઉજવામાં આવશે. સાંજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ (Gujarat Cm Start Kankaria Carnival ) કરવામાં આવશે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 એમ.એસ. ભરાડા તથા નાયબ પોલીસ કમિશ્નર એ.એમ.મુનીયા દ્વારા પોલીસ વિભાગના બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થા બાબતે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. (Ahmedabad Kankaria police security)

Ahmedabad Kankaria Carnival 2022
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કાર્નિવલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની સૂચનાથી, સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02 એમ.એસ. ભરાડા, ડીસીપી ઝોન 06 એ.એમ. મુનીયાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના કાંકરિયા કાર્નિવલ અંગેના બંદોબસ્તમાં અમદાવાદ શહેર તથા બહારના જિલ્લામાંથી પોલીસ અઘિકારીઓ તથા સ્ટાફના માણસો તેમજ હથિયાર ધારી એસ.આર.પી.નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલના બંદોબસ્તમાં કુલ 02 ડીસીપી, 05 એસીપી, 21 પોલિસ ઇન્સ્પેકટર, 39 પીએસઆઈ, 800 પોલીસ જવાનો, 212 મહિલા પોલીસ, 400 હોમગાર્ડ જવાનો, સહિતના આશરે 1500 પોલીસ અઘિકારીઓ તથા જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત હથિયારધારી એસ.આર.પી. જવાનોની કુલ 03 કંપની આશરે 200 જવાનોને પણ ખાસ તૈનાત કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ પિતા વિહોણી 300 દીકરીઓના ભવ્ય લગ્નોત્સવમાં ભુપેન્દ્ર પટેલે કર્યું કન્યાદાન

ગેટ પર બેરીકેટ ગોઠવાયાઃ કાંકરિયા કાર્નિવલમાં (Ahmedabad Kankaria Carnival 2022) અલગ અલગ સ્ટેજ ખાતે કાર્યક્રમ પણ થતા હોવાથી લોકોને અંદર પ્રવેશ આપવા સમયે ખાસ ચેકીંગ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ બંદોબસ્તમાં બોમ્બ ડિસ્પોઝલ ની 6 ટીમો રાઉન્ડ ધ કલોક એન્ટી સબોર્ટેઝ ચેકીંગ માટે રાખવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકોની ભીડને નિયંત્રણ કરવા માટે દરેક ગેટ ઉપર પણ પૂરતા પોલીસ સ્ટાફ સાથે બેરિકેટિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.અમદાવાદ શહેરના કાંકરિયા લેક ખાતે આજથી તા. 31 ડિસેમ્બર સુધી યોજાનાર કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમમાં આવનાર તમામ લોકોની વ્યવસ્થિત ચેકીંગ થાય, કોવિડ બાબતે પણ સરકારની ગાઇડલાઈન્સના પાલન થાય એ માટે પણ બંદોબસ્ત ગોઠવવાની સાથે સાથે, બાળકો અને ગુમ થયેલા લોકો તાત્કાલિક મળી જાય તે મુજબ લોકોની સુવિધાને ધ્યાને લઇ, આશરે 7 જગ્યાએ પોલીસ સ્ટાફ તથા કોર્પોરેશનના સ્ટાફ દ્વારા સંકલન કરી, જાહેરાત કરવા પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે

આ પણ વાંચોઃ કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા માલિક સહિત ત્રણ લોકોને પતાવી દીધા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ખોયા પાયા સ્કવોડ ખાસ કાર્યરતઃ એક ખોયા પાયા સ્કવોડ (What in Khoyapaya squad) ખાસ કાર્યરત કરવામાં આવી છે. જે ગુમ થયેલા લોકોને પોતાના પરિવારજનો સાથે મુલાકાત કરાવવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. કાંકરિયા કાર્નિવલ ખાતે પિક પોકેટીંગ કરતી ગેંગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય થતી હોય છે. અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશન ખાતેથી આવા ગુન્હેગારોને ઓળખતા હોય એવા બે બે સ્ટાફના માણસો તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો તેમજ ડી સ્ટાફના જવાનોને ખાનગી ડ્રેસમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન તૈનાત કરવામાં આવ્યા છે. જેથી ભીડનો લાભ લઈને પિક પોકેટિગ અને મોબાઈલ ચોરી કરતી ગેંગ ને પકડવામાં સરળતા રહે. ઉપરાંત, મહિલાઓની છેડતીના બનાવો ને રોકવા પણ ખાસ કુલ 6 સી ટીમ ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ ગોઠવવામાં આવેલ છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.