ETV Bharat / state

કોરોનાના બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ 2022 - kankria

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ (Kankaria Carnival 2022 organized after corona)કાંકરિયા કાર્નિવલ-2022નું આયોજન(Kankaria Carnival 2022) કરવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે.(carnival will be inaugurated by the CM bhupendra patel) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4.50 કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. આ વર્ષે "આઝાદી કા અમૃત મહોત્સવ"ની થીમ રાખવામાં આવી છે. કાર્નિવલમાં સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (Kankaria Carnival 2022 in ahmedabad)

કોરોનાના બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ 2022
કોરોનાના બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ 2022કોરોનાના બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ 2022
author img

By

Published : Dec 15, 2022, 7:06 PM IST

અમદાવાદ: સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022ની તૈયારીઓ(Kankaria Carnival 2022)શરૂ થઈ ગઈ છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ આયોજન કરવામાં આવ્યું છે.(Kankaria Carnival 2022 organized after corona) નાનાં બાળકોથી લઇ અને મોટા લોકો કાંકરિયા કાર્નિવલની ખૂબ જ મજા માણી શકશે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાત દિવસ સુધી તમામ લોકોને કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશ મફત આપવામાં આવશે.(Kankaria Carnival 2022 in ahmedabad)

"આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ: 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. (carnival will be inaugurated by the CM bhupendra patel) ત્યારે "આઝાદી કા અમૃત મહોત્સવ" થીમ પર કાંકરિયા કાર્નિવલ યોજાશે. 31 ડિસેમ્બરે એટલે કે છેલ્લા દિવસે "એક ભારત શ્રેષ્ઠ ભારત" થીમ પર 15 રાજ્યોના કલાકારો પરફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ, બાલવાટિકા અને વ્યાયામ વિદ્યાલય ગેટ પર ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં મ્યુનિસિપલ સ્કૂલોનાં અને ખાનગી સ્કૂલોનાં બાળકો દ્વારા તેમજ વિવિધ કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. કાર્નિવલમાં સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે.

આ પણ વાંચો- સરદાર પટેલ પુણ્યતિથિ: 'ભારતના આયર્ન મેન' તરીકે ઓળખાતા સરદાર પટેલની કેટલી અજાણી વાતો

વિવિધ શોનું આયોજન: લાઈવ કેરેક્ટર, જાદુગર શો, બહુરૂપિયા, હોર્સ શો, ડોગ શો તેમજ પપેટ શો પણ યોજવામાં આવશે. ચાલુ વર્ષે આતશબાજી યોજવામાં આવશે નહિ. કાંકરિયા કાર્નિવલમાં આવતા લોકો ફૂડની મજા માણી શકે તેના માટે ફૂડ ફેસ્ટિવલ પણ રાખવામાં આવ્યો છે. સાઈકલ રેલી, બ્લડ ડોનેશન કેમ્પ, લાફિંગ ક્લબ કાર્યક્રમ, યોગા એરોબિકસ, ઝૂમબા અને મલ્ટિમીડિયા શો પણ યોજાયો છે. કાર્નિવલનું એવું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી ત્રણ વર્ષથી જે કાર્નિવલની મજા લોકો માણી શક્યા ન હતા તે આ વર્ષે માણી શકશે.

તમામ લોકોને પ્રવેશ મફત: કાંકરિયા કાર્નિવલમાં દર વર્ષે 20 લાખથી વધુ લોકો આવતા હોય છે. બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રોજના 2.50 લાખ જેટલા લોકો કાંકરિયાની મુલાકાત લે તેવી સંભાવના તંત્ર દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. સાત દિવસ સુધી યોજાનારા આ કાર્નિવલમાં ચાલુ વર્ષે દર વર્ષ કરતાં વધુ લોકો આવે તેવી પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કાંકરિયા કાર્નિવલ દરમિયાન સાત દિવસ સુધી તમામ લોકોને કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશ મફત આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.