ETV Bharat / state

Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો, 5 લાખમાં કર્યો હતો પેપરનો સોદો - મુખ્ય સૂત્રધાર જીત નાયકને ઝડપી લીધો

જુનિયર ક્લાર્કના પેપરલીક મામલે ગુજરાત ATSની ટીમે મુખ્ય સૂત્રધાર જીત નાયકને ઝડપી લીધો છે. જીત નાયકે તેના સંબંધી પ્રદીપ નાયક સાથે 5 લાખ રૂપિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો સોદો કર્યો હતો અને એડવાન્સ પેટે 30 હજાર રૂપિયા લીધા હતા. આ મામલે ATSએ ઝડપેલા આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Paper leak : જુનિયર ક્લાર્ક પેપર કાંડ મામલે એમએલએ દર્શિતા શાહનું નિવેદન, NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

author img

By

Published : Jan 30, 2023, 7:26 PM IST

Updated : Jan 30, 2023, 8:51 PM IST

હૈદરાબાદથી જીત નાયક ઉર્ફે સરધાકર લુહા નામના આરોપીની ધરપકડ

અમદાવાદ: ગુજરાતમાં યોજાનાર જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ગુજરાત ATSની ટીમે પેપર લીક કરનાર મુખ્ય આરોપીને દબોચી લીધો છે. ગુજરાતી ATS એ હૈદરાબાદથી જીત નાયક ઉર્ફે સરધાકર લુહા નામના આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો: મૂળ ઓડિશાના અને હૈદરાબાદમાં કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતા જીત નાયકે તેના સંબંધી પ્રદીપ નાયક સાથે 5 લાખ રૂપિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો સોદો કર્યો હતો અને એડવાન્સ પેટે 30 હજાર રૂપિયા લીધા હતા. આ મામલે ATS એ ઝડપેલા આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે શનિવારે મોડી રાત્રે વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 15 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ગુજરાત, બિહાર, ઓડીશાનું પેપર લિંક કનેક્શન સામે આવ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ
અત્યાર સુધીમાં કુલ 16 આરોપીઓની ધરપકડ

કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપરલીક: ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જુનિયર ક્લાર્કનું પેપર બરોડાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે. જેથી બરોડામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમ પહોંચી. જ્યાં પેપર લીક કરી રહેલા 15 જેટલા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.આ પૂછપરછમાં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલ કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપર લીક થયું હોવાનું ખુલાસો થયો છે.

5 લાખ રૂપિયામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપરનો સોદો

કોણ છે આરોપી: ATS ટીમે બરોડા પેપર લીક કરનાર કેતન બારોટ (અમદાવાદ) (દિશા એજ્યુકેશનના એમડી) ભાસ્કર ચૌધરી (બિહાર- PATHWAY EDUCATION SERVICE તથા STAKE WISE TECHNOLOGIES ના MD) , પ્રદીપ નાયક (ઓડિશા), અનિકેત ભટ્ટ (વડોદરા), રાજ બારોટ (અમદાવાદ) અને મુરારી પાસવાન (બિહાર), કમલેશ ચૌધરી (બિહાર), મહંમદ ફિરોજ આલમ (બિહાર), સર્વેશકુમાર સૂર્યદેવનારાયણ (સાઉથ દિલ્હી), મિન્ટુ રાય (બિહાર), મુકેશ કુમાર રામબાબુ (નાલંદા), પ્રભાતકુમાર શશીધરકુમાર (બિહાર), અનિકેત ભટ્ટ (વડોદરા), પ્રણય શર્મા (અમદાવાદ), હાર્દિક શર્મા (પ્રાંતિજ), નરેશ મોહનતી (સુરત) ની ધરપકડ કરી હતી. અને આજે ઓડિશાના જીત નાયક ઉર્ફે સરધાકર લુહાની હૈદરાબાદમાંથી ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો: Junior Clerk Exam Paper Leak: પેપર લીક કેસના 15 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

5 લાખ રૂપિયામાં પરીક્ષાના પેપરનો સોદો: ઓડિશાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી ગુજરાત લઈને આવ્યો હતો. જીત નાયક પેપરલીકનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો. જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપ સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું. જોકે પેપર લીક કરતા પહેલા તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ કરવાના હતા. જેનો મોડી રાત્રે બેથી ચાર વાગ્યેનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતા.

ગુજરાત ATSએ ઝડપી લીધા: પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019માંપણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી તો દિલ્હીના તિહાડ જેલની હવા ખાઈ ચૂકેલા છે. જોકે અન્ય પકડાયેલા આરોપીઓ માંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે જેના કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406 , 409, 420 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો: Paper leak : જુનિયર ક્લાર્ક પેપર કાંડ મામલે એમએલએ દર્શિતા શાહનું નિવેદન, NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું

12 દિવસના રિમાન્ડ: આ મામલે ઝડપાયેલા 15 આરોપીઓને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને ગુજરાત ATS એ 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આરોપીઓની વધુ તપાસ અને પૂછપરછની પ્રક્રિયા શરૂ કરી છે. તેવામાં આરોપીઓની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસાઓ અને અન્ય નામો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ આ ગુનામાં ત્રણ આરોપીઓ વોન્ટેડ હોય તે પ્રકારની માહિતી સામે આવી છે. જેને પકડવા ATSની ટીમ કામે લાગી છે.

Last Updated : Jan 30, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.