ETV Bharat / state

GPSSB Junior Clerk Exam: 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, ઉમેદવારોને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તારીખ 9 એપ્રિલે જુનિયર કલાર્ક પરીક્ષા આયોજિત થશે. જેના કોલલેટર માટેના સમાચાર આપતા ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે એસ.ટી. બસ મફત સેવા આપવામાં આવશે ઉપરાંત 254 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 6, 2023, 3:36 PM IST

Updated : Apr 8, 2023, 2:27 PM IST

ઉમેદવારોને સમયસર કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ વ્યવસ્થા

ગાંધીનગર: 29 જાન્યુઆરી 2023 ના રોજ વહેલી સવારે 4 કલાકે જુનિયર ક્લાર્ક નું પેપર વાઇરલ થયા હવન કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડ દ્વારા 9 એપ્રિલના રોજ ફરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. નવા કાયદા પ્રમાણે આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા માટે એસ.ટી. બસ મફત સેવા આપવામાં આવશે ઉપરાંત 254 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

  • ઉમેદવારો એસટી બુકિંગ માટે નીચેની લીંક નો ઉપયોગ કરી શકે છે.https://t.co/63Egr6AMWx

    — Hasmukh Patel (@Hasmukhpatelips) April 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

6000 બસોની વ્યવસ્થા કરવામાં આવી: પરીક્ષા માટે કુલ 6000 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા સારી રીતે થઈ શકે તેને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્ય સચિવ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષક જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારી સાથે પણ વિડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની સમીક્ષા કરવામાં આવી હતી.

9 લાખ ઉમેદવારો ટ્રાવેલ એલાઉન્સ: ગુજરાત પંચાયતી સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નવ લાખથી વધુ ઉમેદવારો નવું એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. રાજ્ય સરકાર દ્વારા તમામ ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સમાં આપવામાં આવશે અને પ્રતિ ઉમેદવારોને 254 રૂપિયાનો ટ્રાવેલ એલાઉન્સનું નક્કી કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો પરીક્ષા આપશે તેને જ એલાઉન્સ મળવા પાત્ર થશે. જ્યારે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે એસટી બસની મફતની સુવિધા પણ કરવામાં આવી છે. તમામ શહેરના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને પરીક્ષા દરમિયાન કોઈ રીક્ષા ચાલકો પરીક્ષાર્થીઓ પાસેથી વધુ ભાડું વસૂલ ન કરે તેને ધ્યાનમાં લઈને રીક્ષા ચાલક એસોસિએશન સાથે બેઠક કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

બેગ કેન્દ્રની બહાર રાખવી પડશે: પસંદગી સેવા મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષાના અડધો કલાક પહેલા જ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર ઉપર આવી જવાનું રહેશે અને કોઈપણ પરીક્ષાર્થીની બેગ વર્ગખંડની બહાર નહીં પરંતુ જે તે પરીક્ષા કેન્દ્ર ના મુખ્ય દરવાજા ઉપર જ મૂકવામાં આવશે. ઉમેદવારો પરીક્ષા ખંડમાં સાદી ઘડિયાળ લઈ જઈ શકશે પરંતુ ઇલેક્ટ્રોનિક્સ કે સ્માર્ટ વોચ નહીં લઈ જઈ શકે.

જિલ્લા પ્રમાણે હેલ્પલાઇન નંબર: હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા કુલ 32 જિલ્લામાં યોજાનારી છે. પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઈપણ પરીક્ષાઓને તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈને પસંદગી મંડળ દ્વારા જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નંબર અને હેલ્પ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ સેન્ટર 9 એપ્રિલ સુધી કચેરીના કામકાજ દરમિયાન શરૂ રહેશે અને હેલ્પલાઇન નંબરની પણ સત્તાવાર રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દિવ્યાંગ ઉમેદવારોને તેમના જિલ્લામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. દિવ્યાંગ ઉમેદવારને દોઢ કલાક પહેલા કેન્દ્ર પર પહોંચી જાય જેથી તેમના માટે વિશેષ વ્યવસ્થા પણ થઈ શકે. જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

આ પણ વાંચો Yuvrajsinh Jadeja Allegations: યુવરાજસિંહના આક્ષેપો અંગે આઇપીએસ હસમુખ પટેલે કરી સ્પષ્ટતા

અંતિમ તબક્કાની વીડિયો કોન્ફરન્સ: 9 એપ્રિલના રોજ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડના અધ્યક્ષ મુખ્ય સચિવ અને તમામ જિલ્લા કલેકટર અને મુખ્ય પોલીસ અધિકારીઓ વચ્ચે ખાસ વિડિયો કોન્ફરન્સ પણ યોજાશે જેમાં પરીક્ષાઓની આખરી તૈયારીઓ બાબતની સમીક્ષા કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પરીક્ષાના પેપરો જે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે માટે ગાડીમાં GPS મૂકીને તેનું સર્વેલન્સ પણ કરવામાં આવશે. જેથી કોઈ પણ પ્રકારની ક્રિયા વિધિ થાય નહીં જ્યારે આ પરીક્ષા ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલ નવા કાયદા મુજબ પરીક્ષા લેવામાં આવશે.

આ પણ વાંચો Crop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો

Last Updated : Apr 8, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.