ETV Bharat / state

Junior Clerk Exam 2023: આજે 3000થી વધુ કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની પરીક્ષા

સમગ્ર રાજ્યમાં પંચાયત સેવા વર્ગ3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા રવિવારે યોજાશે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓના 3000 જેટલા પરીક્ષા કેન્દ્ર પરથી 9.58 લાખ જેટલા ઉમેદવાર પોતાની કસોટી આપશે. આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. જેના કારણે કસોટી રદ્દ કરવી પડી હતી. આવી કોઈ ઘટના ફરી ન બને એટલા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરીક્ષાર્થીઓને 45 મિનિટ પહેલા જ કેન્દ્રમાં બેસાડી દેવાશે.

Junior Clerk Exam 2023: આજે 3000થી વધુ કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની પરીક્ષા
Junior Clerk Exam 2023: આજે 3000થી વધુ કેન્દ્ર પર જુનિયર ક્લાર્કની પરીક્ષા
author img

By

Published : Apr 9, 2023, 7:57 AM IST

અમદાવાદઃ રવિવારે રાજ્યમાં 32 જિલ્લાઓમાં 3000થી વધારે પરીક્ષા કેન્દ્રમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. આ અંગે રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેને હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ કસોટીને લઈને માઈક્રો પ્લાનિંગ કરી દેવાયું છે. ઉમેદવારો સમયસર કસોટી કેન્દ્રમાં બેસી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. આ માટે એસટી વિભાગ તરફથી 6000 ટ્રીપનું આયોજન કરાયું છે. બપોરના સમયે ઉમેદવારો પરીક્ષાઓ આપશે. 45 મિનિટ બાદ પરીક્ષા કેન્દ્રમાં કોઈ પ્રકારે પ્રવેશ આપવામાં નહીં આવે. આ ઉપરાંત આ કસોટીમાં કોઈ પ્રકારની ગેરરીતિ પકડાશે તો એમની સામે નવા કાયદા અંતર્ગત પગલાં લેવાશે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષા તંત્ર માટે પરીક્ષાની ઘડી

CCTVથી નજરઃ દરેક શાળા અને વર્ગખંડ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. દરેક શાળા લોબીમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે. આ વખતે ખાસ વાત એ છે કે પરીક્ષામાં બોડી વોર્ન કેમેરા રાખવામાં આવ્યા છે. જેના કારણે ખોટો(ડમી) ઉમેદવાર કોઇ પરીક્ષા આપી ના શકે. બોડી વોર્ન કેમેરાથી ડમી ઉમેદવાર કેન્દ્ર સુધી નહીં પહોંચી શકે. હસમુખ પટેલએ વધુમાં જણાવ્યું કે તંત્રએ ખુબ સારી કામગીરી કરી છે. ઉમેદવારોને સગવડ આપવામાં આવી છે. ઉમેદવાર પાસેથી વધુ ભાડુ ના લેવામાં આવે તે પણ કહી દેવામાં આવ્યું છે. જો વધારે ભાડુ લઇ રહ્યું છે તો તેના માટે પણ હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે. પરીક્ષાઓને લઇને એસટી વિભાગએ પણ તૈયારી બતાવી છે અને એક્સટ્રા બસો મુકવામાં આવી છે.

સંસ્થાઓની મદદઃ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર જે સંસ્થાઓ છે તે પણ ઉમદેવારોની વ્હારે આવી છે. હસમુખ પટેલે વધુમાં જણાવ્યું કે આ પરીક્ષા માટે વહીવટ તંત્ર અને ગુજરાતના લોકો પ્રસંગ સમજીને પોતાનો અવસર સમજીને અને આ પરીક્ષામાં સાથ આપે અને ઉમેદવારને કોઇ તકલીફ ના પડે તે માટે તૈયારી થઇ છે. દરેક સંસ્થાઓ અને દરેક પાર્ટીઓ પણ ઉમેદવારોનું ધ્યાન રાખી રહી છે જેને લઇને કંઇકને કઇ મદદ કરી રહી છે. આ પહેલા પણ આ કસોટીને લઈને મોટું આયોજન કરવામાં આવ્યું હતું. પણ પેપર લીક થઈ જતા કસોટી રદ્દ થઈ હતી.

આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત

ટ્રાવેલના પૈસા મળશેઃ આ પરીક્ષા દરમિયાન 500થી વધારે ફલાઇંગ સ્કવૉડ રાખવામાં આવી છે. દરેક વર્ગખંડમાં વર્ગ નિરક્ષક, સુપવાઇઝર, કેન્દ્ર સંચાલક છે. 9 એપ્રિલને રવિવારે 11:45 પરીક્ષા છે. પરંતુ 30 મિનિટ પહેલા ઉમેદવારોએ આવી જવાનું રહેશે. છેલ્લી ઘડીએ પહોંચીને કોઇ લાભ ના લઇ શકે જેના કારણે 30 મિનિટ વહેલા એન્ટ્રી કરવામાં આવશે. જો ઉમેદવાર સમયની બહાર આવશે તો બેસવા નહી દેવામાં આવે. દરેક પરીક્ષાર્થીને રૂપિયા 254 ટ્રાવેલ્સ એલાઉન્સ મળવા પાત્ર છે ટ્રાવેલના પૈસા માટે આવતીકાલ સવાર સુધી કોલ લેટર મળી શકશે. અને એ ટ્રાવેલના પૈસા માટે તેનું ફોર્મ ભરાશે. જે બાદ ઉમેદવારોને એ પૈસા મળી જશે.

હેલ્પલાઈન નંબરઃ ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તે કેન્દ્રને શોધવા માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ જિલ્લા હેલ્પલાઇન નંબર 079 25508141 જ્યારે ગાંધીનગર જિલ્લા હેલ્પલાઇન નંબર 079 23256977 જાહેર કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.