ETV Bharat / state

Gujarat Drugs: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન, બોટમાંથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું - joint operation of Indian Coast Guard and ATS

ભારતીય જળસીમામાંથી ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયેથી 425 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

joint-operation-of-indian-coast-guard-and-ats-seized-drugs-worth-rs-425-crore-from-boats

author img

By

Published : Mar 7, 2023, 4:12 PM IST

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદ: ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા અનેકવાર ભારતની જળસીમામાં થઈને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સની હેરાફેરી થતા પહેલા જ તેને મધદરિયેથી અટકાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરનાર શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ મામલે મોહસીન બલોચ, અસગર બલોચ, ખુદાબક્ષ બલોચ, રહીમબક્ષ બલોચ અને મુસ્તફા બલોચ નામના ઈરાની શખ્સોની ધરપકડ કરાઈ છે.

બોટમાંથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
બોટમાંથી 425 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું

એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું પ્રથમ સંયુક્ત ઓપરેશન: આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ઈરાન સ્થિત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા ગુલામ બલોચી નામના વ્યક્તિએ આ ડ્રગ્સ મોકલાવ્યું હતું અને તે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે ઉતારી ઉત્તર ભારતમાં પહોંચાડવાના હતા. આ બોટ 02/03/2023 ના રોજ ઈરાનના ચાબહાર બંદર ખાતેથી નીકળી હતી અને બે દિવસ બાદ પાકિસ્તાનના પશની બંદરથી આ 61 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો બોટમાં ચઢાવ્યો હતો અને ભારત પાકિસ્તાનના જળ સીમામાં ઓખાથી આશરે 185 નોટિકલ માઈલ દૂર દરિયામાં ડિલિવરી કરવા નીકળ્યા હતા. જે દરમિયાન જ આ ડ્રગ્સ સાથે તમામ ઈરાનીઓની ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેમજ ગુજરાતી હશે ધરપકડ કરી છે મહત્વનું છે કે વર્ષ 2023 નું ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડનું આ પ્રથમ સંયુક્ત ઓપરેશન છે.

ઇનપુટના આધારે ઓપરેશન: ગુજરાતી ATS અને ભારતીય કોસ્ટગાર્ડને ખાસ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક ઈરાની એક બોટ મારફતે ભારતમાં નાર્કોટિક્સ લઈને પ્રવેશ કરવા માટે ભારતીય જળસીમા નજીક પહોંચ્યા છે. જે ઇનપુટના આધારે કોસ્ટગાર્ડે દરિયામાં ICGS મીરાં બહેન તથા ICGS અભીક શીપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ સમગ્ર મામલે ઝડપાયેલા તમામ ઈરાનીઓની ATS ખાતે લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. અગાઉ આ રીતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડી ચૂક્યા છે કે કેમ તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરાશે.

424.165 કિલો હેરોઇન જપ્ત: મહત્વનું છે કે વર્ષ 2022 દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા માદક પદાર્થો અંગે કુલ આઠ મોટા કેસ કરવામાં આવ્યા હતા જેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના પાંચ સંયુક્ત ઓપરેશનમાં કુલ 387.994 કિલોગ્રામ હેરોઈન જેની કિંમત 1939.97 કરોડ હતી. તેમજ અન્ય એજન્સીઓ જેવી DRI દિલ્હી, NCB દિલ્હી, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હી સાથેના સંયુક્ત ઓપરેશનો કરીને ગુજરાત એટીએસ દ્વારા કુલ 424.165 કિલો હેરોઇન જેની કિંમત 2120.85 કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો DELHI CRIME: પોલીસે ગ્રાહક બનીને કર્યો સેક્સ રેકેટનો પર્દાફાશ, ઉઝબેકિસ્તાનની 7 મહિલાઓની ધરપકડ

94 આરોપીઓની ધરપકડ: ઓગસ્ટ 2021 થી અત્યાર સુધીના ઓપરેશનમાં ગુજરાત એટીએસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ મહત્વની કામગીરીઓ કરવામાં આવી છે. જેમાં 3683.65 કરોડની કિમતનું 733.53 કિલોગ્રામ હેરોઈન, 1732.88 કરોડની કિમતનું 314.712 કિલોગ્રામ મેફેડ્રોન એમ કુલ મળીને 5416.53 કરોડની કિમતનો ડ્રગ્સ ઝડપી કુલ 46 પાકિસ્તાની, 3 અફઘાની, 7 ઈરાની, એક નાઈઝિરિયન અને 37 ભારતીય એમ કુલ મળીને 94 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

આ પણ વાંચો Shahpur Loot Case: શાહપુર દાગીના લુંટ કેસમાં નારોલ સર્કલ પાસેથી વોન્ટેડ પકડાયો

અન્ય આરોપીઓની તપાસ: આ અંગે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. હાલ તમામ ઇરાનીઓને ઝડપી કરીને ATS ખાતે લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આરોપીઓને ધરપકડ બાદ વધુ પૂછપરછ કરી અન્ય આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.