ETV Bharat / state

કોરોના વાઈરસ દરમિયાન કરેલી કેન્દ્ર સરકારની જાહેરાતોની જીતુ વાઘાણીએ કરી પ્રશંસા

કોરોના વાઈરસ દરમિયાન કેન્દ્ર સરકારે કરેલી જાહેરાતો અને રાહત પેકેજને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવકાર્યા છે.

Jitu vaghani, Etv Bharat
Jitu vaghani
author img

By

Published : May 17, 2020, 9:02 PM IST

અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'જાન હે તો જહાંન હે' આ વાક્યને ચરિતાર્થ કરતા લોકડાઉનના તુરંત બાદથી જ દેશવાસીઓના જીવ બચાવવાના કાર્યને પ્રાધાન્ય આપ્યું છે.

તેમણે કહ્યુંકે, DBT દ્વારા દેશના કરોડો ખેડૂતોને રૂ.16,394 કરોડ, 20 કરોડથી વધુ જનધન બેંક ખાતાધારક મહિલાઓના ખાતામાં રૂ.10,025 કરોડ, વૃદ્ધ વિધવા અને દિવ્યાંગોને રૂ. 2800 કરોડથી વધુની સહાય, ઉજ્વલા લાભાર્થીઓને મફત ગેસ સિલિન્ડર, ખેડૂતોને ખેતી માટે જરૂરી સામાનની ખરીદી અર્થે 86,600કરોડ રૂપિયાની લોન દેશના કરોડો પરિવારને અનાજ સહિતની સહાય કેન્દ્ર સરકારે સંકટના સમયે નાગરિકોને કરી છે.

કેન્દ્ર સરકારનો નિર્ણય આવકાર્ય

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમજ અનુરાગ ઠાકુરે રવિવારે આરોગ્યક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, મનરેગા, જાહેર ક્ષેત્રે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ ક્ષેત્રે વિવિધ જાહેરાતો કરી છે, તેને તેઓ આવકારે છે. કોરોનારૂપી અતિ ગંભીર આફતના સમયમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોઈપણ જાતના ભેદભાવ વગર 46 હજાર કરોડથી વધુની રકમ મહામારીને પહોંચી વળવા માટે ફાળવી છે.

ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં નવા વેલનેસ સેન્ટર, જિલ્લા તથા તાલુકા સ્તરે એકીકૃત પબ્લિક હેલ્થ સેન્ટર તેમજ ગ્રામીણ ક્ષેત્રે હેલ્થ ઈન્સ્ટિટ્યુશન શરૂ કરવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય આવકાર્ય છે.

શૈક્ષણિક નિર્ણય સરાહનીય

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું છે કે, શિક્ષણ ક્ષેત્રે ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન, ડીટીએચ નેટવર્ક થકી નવી ચેનલો શરૂ કરીને શિક્ષણની વ્યવસ્થા તેમજ લાઈવ ટેલીકાસ્ટ મફત શિક્ષણ આપવાનું આયોજન કરવાની જાહેરાત યોગ્ય છે.

તો બીજી બાજુ ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મના નિર્માણ થકી 'એક ક્લાસ એક ચેનલ' ની સુવિધા ઊભી કરવાનો, દિવ્યાંગો માટે અલગ પ્રકારની ખાસ અભ્યાસ સામગ્રી તૈયાર કરવાનો, દેશની ટોચની યુનિવર્સિટીને ઓનલાઇન નવા અભ્યાસક્રમ શરૂ કરવાની મંજુરી આપવાનો નિર્ણય પણ સરાહનીય છે.

શ્રમિકોને રોજગારી

મનરેગા માટે 61 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવી પ્રવાસી શ્રમિકોને પોતાના રાજ્યમાં કામ આપવાની વ્યવસ્થા કરવાનો નિર્ણય પ્રશંસનીય છે.આ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓ તેમજ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સહિતને લગતી વિવિધ ઉદારવાદી જાહેરાતોથી આગામી સમયમાં ચોક્કસપણે દેશનું અર્થતંત્ર મજબૂત બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.