ETV Bharat / state

ભારત સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરી અનેક ઊંચાઈઓ સર કરશે: જીતુ વાઘાણી - પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન તેમજ અનુરાગ ઠાકુર દ્વારા રક્ષા ક્ષેત્રે, નાગરીક ઉડ્ડયન ક્ષેત્રે, કોલસા-ખાણ ખનીજ ક્ષેત્રે તેમજ માનવ આરોગ્ય કલ્યાણ માટે પરમાણુ ઉર્જાના ઉપયોગ સંદર્ભે જાહેર કરેલા વિવિધ નીતિગત ફેરફારો વિશે જણાવ્યું હતું.તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિફોર્મ-પરફોર્મ-ટ્રાન્સફોર્મના મંત્રથી નવા ભારતનું નિર્માણ થશે, ભારત સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરી અનેક ઉંચાઈઓ સર કરશે.

ભારત સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરી અનેક ઉંચાઈઓ સર કરશે : જીતુ વાઘાણી

author img

By

Published : May 16, 2020, 8:40 PM IST

અમદાવાદ: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' એક સિક્કાની બે બાજુ છે, રક્ષા ક્ષેત્રે સ્વનિર્ભર બનવા માટે કેન્દ્ર સરકારે વિવિધ હથિયારોની આયાત પર પ્રતિબંધ મૂકી, તે હથિયારોનું ભારતમાં જ ઉત્પાદન કરવા માટે ભાર મૂક્યો છે. તેમજ ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડનું નિગમીકરણ કરવાની વાત કરી છે, આ પગલાથી ભારત ઓછા ખર્ચે હથિયાર પ્રાપ્ત કરી શકશે તેમજ હથિયારોનું દેશમાં જ નિર્માણ થવાથી નવી રોજગારીનું સર્જન થશે.

નાગરિક ઉડ્ડયન માટે પ્રાપ્ત 6 ટકા એરસ્પેસને વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના હવાઈ માર્ગે સફર કરતા મુસાફરો ટૂંકા સમયગાળામાં નિર્ધારિત સ્થળે પહોંચી શકશે, માનવ સમયની સાથે-સાથે બળતણની પણ બચત થશે જેનાથી હવાઈ મુસાફરી સસ્તી થશે. કેન્દ્ર સરકારે દેશમાં નવા 6 એરપોર્ટ બનાવવાની તેમજ એરપોર્ટો પર મુસાફરોને વર્લ્ડ ક્લાસ અનુભવ થાય તે અંગે પણ જોર આપ્યું છે.

નાગરિક અને સૈન્ય વિમાનોના રીપેરીંગનું કામ(મેન્ટેનન્સ રિપેર ઓવરઓલ-MRO)કે જે હાલ વિદેશોમાં કરવું પડે છે તે દેશની અંદર જ થાય તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાથી દેશના કરોડો રૂપિયાના બચશે તેમજ નવી રોજગારી ઉભી થશે. કોલસા તેમજ ખાણ ખનીજ ક્ષેત્રે કેન્દ્ર સરકારે નવા 500 માઈનીંગ બ્લોકની હરાજીની કરેલી જાહેરાતો પણ સરાહનીય છે. કોલસા અને ખનીજ ક્ષેત્રે કોમર્શિયલ ની પરવાનગી આપવાથી માઈનીંગ ક્ષેત્રમાં વિકાસની નવી તકો સર્જાશે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્સર જેવી મોટી બીમારીની સારવારમાં પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી રિસર્ચ રિએક્ટર ઉભું કરી મેડીકલ આઇસોટોપ્સ દ્વારા દેશના નાગરિકોની સારવાર તેમજ ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તંદુરસ્ત રીતે સંગ્રહિત કરી શકવા માટે ફૂડ ઇરેડિએશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર, તેમજ અંતરિક્ષ ક્ષેત્રે વિવિધ પગલા ભરી મજબૂત કરવા પર પણ કેન્દ્ર સરકારે ભાર મૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.