કોંગ્રેસે 72 હજાર રૂપિયા ગરીબ પરિવારના ખાતામાં સીધા આપવાનો ચૂંટણી ઢંઢેરો કરી ચુકી છે, ત્યાર બાદ હવે BJP દ્વારા પણ દિલ્હી ખાતે પોતાનો સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સંકલ્પપત્રમાં જાહેર કરાયું છે કે, દેશહીત માટે દરેક નિર્ણય માટે બીજેપી અગ્રેસર છે. આ સિવાય 370 અને 35A કલમને હટાવવા માટે BJP કટિબદ્ધ છે.
આ સિવાય વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત તેમજ ગરીબોને ઘરનું ઘર જેવા અનેક મુદ્દા સંકલ્પ પત્રમાં જાહેર કર્યા છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે સંકલ્પ પત્ર પહેલા બીજેપી સરકારની 5 વર્ષની સિદ્ધિઓ જણાવીને ભારતના લોકોને દેશ હીત માટે ફરી બીજેપીની સરકાર બનાવવા પોતાના ભાષણમાં આપીલ કરી હતી. સમગ્ર મુદ્દે ગુજરાત બીજેપીએ પણ પોતાની કેન્દ્ર સરકારની સિદ્ધિ ગણાવવા અને ગુજરાતમાં મિશન 26ને સાકાર કરવા માટે બીજેપીના ગુજરાતના અધ્યક્ષ જીતુ વાઘણીએ કમલમ કોબા ખાતે પ્રેસવાર્તાનું આયોજન કર્યું હતું.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સશક્ત ભારતનું નિર્માણ રજૂ કરતો મેનિફેસ્ટો છે. અમારા રાષ્ટ્રીય નેતૃત્વ એ સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. જેમાં ભારતના મનની વાત, લોકોની અપેક્ષા અને સુવિધા માટે આ સંકલ્પ રજૂ થયું છે. અમારી સરકાર જન-જનના સૂચનોથી સંકલ્પ પત્ર બનાવ્યું છે. જેમાં 300 રથ દરેક જગ્યાએ ફર્યા હતા અને એમના સૂચનો પણ લેવાયા હતા. ગુજરાતમાં પણ 26 રથ ફર્યા હત. અમારો મેનિફેસ્ટો ક્લિયર છે, રાષ્ટ્રવાદ અને અંત્યોદય સુશાસન એ મુખ્ય મંત્ર છે. આ સંકલ્પપત્ર ઐતિહાસિક છે. જે દેશ શક્તિશાળી બને અને દુનિયામાં મહાસતા બને એ જ અમારો સંકલ્પ છે. દરેક વર્ગનું ધ્યાન રાખીને અન્ય વર્ગને આરક્ષણ હોય કે ટોયલેટ જેવી સામાન્ય સુવિધાઓ અમારી 5 વર્ષની સરકારે આપી છે. આગામી સમયમાં લોકોની અપેક્ષાને કેવી રીતે પૂર્ણ કરવા અને વન મિશન વન ડાયરેક્શન રીતે આગળ વધવું એ અમારો મુખ્ય લક્ષ છે
આ ઉપરાંત કલમ 370 અને 35Aને નાબૂદ, ખેડૂતોને 6 હજારની આર્થિક સહાય, નાના દુકાનદારોને પેંશન યોજના લાગુ કરવી, 0 ટકા વ્યાજે 1 લાખ રૂપિયાની લોન, 5 વર્ષ માટે આ ચૂંટણી ઢંઢેરામાં મહત્વની બાબત હતી. મહિલા સશક્તિકરણ માટે પણ સરકારે 33 ટકા આરક્ષણ આપવાની વાત કરી છે. રાષ્ટ્રીય વ્યાપાર આયોગની સ્થાપના હોય કે જળ શક્તિ મંત્રાલય પણ સ્થાપવાની વાત કરી છે. ભારત શ્રેષ્ઠ ભારત બને એ જ અમારી સરકારના સંકલ્પ પત્ર માં મહત્વ આપવામાં આવ્યું છે. આ સંકલ્પપત્રને ગુજરાતની જનતા વતી હું આવકારું છું અને આવનાર સમયમાં ગુજરાતને આનો લાભ જરૂર મળશે.