અમદાવાદઃ લોકડાઉનના આ સમયમાં કોરોના વાયરસ સામે લડવા દરેક ધર્મના લોકો આગળ આવી રહ્યા છે. અમદાવાદના ખાનપુર ખાતે આવેલ જમિયત ઉલમા એ હિન્દના કાર્યકરોએ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાકટ પરના સફાઈ કામદાર અને હોમગાર્ડને રાશન કીટનું વિતરણ કર્યું હતું.
જેમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠા જેવી ઘરવખરીનો સમાવેશ થાય છે. આ સંગઠન અત્યાર સુધીમાં લગભગ પાંચથી-છ હજાર જેટલી કીટનું વિતરણ કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર કરી ચૂકયુ છે. સંગઠનના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં તેઓ સરકારની સાથે છે અને સરકારે સૂચવેલા દિશાનિર્દેશોનું પાલન સૌ કોઈએ કરવું જ જોઈએ.