અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જૈનાચાર્ય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલ સ્પર્શ નામના 400માં પુસ્તક વિમોચન અંગે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના દ્વારા લખવામાં આવેલ 399 પુસ્તકની ભવ્ય અમદાવાદ શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે તેમના દ્વારામાં આવેલ 400માં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે.
શરુઆત કરી: સંજયભાઈએ etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે 1982થી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ દ્વારા પુસ્તક લખી રહ્યા છે. તેમણે ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી લખવાનું શરૂઆત કરી હતી. 400માં પગથિયાં હાલ પહોંચ્યા છે. 100મુ પુસ્તક અલ્પવિરામ હતું. દિલ્હી ખાતે 200માં પુસ્તકનું નામનું 200પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 300માં પુસ્તક તેમણે મુંબઈ ખાતે મારુ ભારત સારું ભારત નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જ્યારે આજે અમદાવાદમાં 2023માં સ્પર્શનામનું 400મુ પુસ્તક તેમને પ્રકાશિત કર્યું છે.
10 પ્રકરણ: જયનાચાર્ય રત્ન સુંદરજી મહારાજ દ્વારા લખવામાં આવેલ સ્પર્શ પુસ્તક કુલ 150 પેજનું છે. જેમાં વાત પ્રકરણની વાત કરવામાં આવે તો પ્રથમ પ્રકરણમાં સબંધ,બીજા પ્રકરણમાં જીવન, ત્રીજા પ્રકરણમાં સ્વભાવ,ચોથા પ્રકરણમાં વાણી, પાંચમા પ્રકરણમાં પ્રેમ છઠ્ઠા, પ્રકરણમાં નૈતિકતા, સાતમા પ્રકરણમાં વિચાર, આઠમા પ્રકરણમાં પૈસા, નવમા પ્રકરણમાં ધર્મ અને દસમામાં પ્રકરણમાં સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. આમાંથી દરેક પ્રકરણ લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થઈ શકે છે. એક નાનકડી વાર્તા સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ભાણવડના ઘુમલી ગામ ખાતે ઘુમલી અને બરડા ડુંગરના ઇતિહાસની બુકનું વિમોચન કરવામાં આવ્યું
15થી વધુ ભાષામાં પ્રકાશિત: સ્પર્શ પુસ્તકએ માત્ર ગુજરાતી જ નહીં પરંતુ 15થી વધુ અલગ અલગ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવી છે. સંસ્કૃત,ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, કન્નડ ,તમિલ, તેલુગુ, બંગાળી, સિંધી ,પંજાબી, ઉર્દુ , સ્પેનિશ, ચાઈનીઝ અને હિબ્રુ જે ઇઝરાયેલની ભાષા છે. તેમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાથે દિવ્યાંગ બાળકો પણ મહારાજના પુસ્તકનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે બ્રેઇન લિપિમાં પણ તેમના 400 પુસ્તકોમાંથી 150 પુસ્તકો બ્રેઇન લિપિમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 'સાવજનું કાળજું' પુસ્તકનું કરાયું વિમોચન
અભ્યાસક્રમમાં મૂકવાની ઈચ્છા: અમેરિકાના મિસ્ટર હોયઅરે તે આ પુસ્તક વિશે જાણ્યું અને તેમને આ પુસ્તક વાંચીને તેનો અનાવરણ પણ પોતે કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાથે પુસ્તકને જોયા પછી તેમને કીધું કે જો વ્યક્તિમાં આ કક્ષાનો સુધારો થઈ શકતો હોય તો હજારો લાખો વ્યક્તિઓ એકબીજા સાથે પ્રેમ અને સ્નેહથી જોડાઈ શકે છે. જેથી અમેરિકાની તમામ યુનિવર્સિટીઓમાં આ પુસ્તક અભ્યાસક્રમમાં મૂકવામાં આવે ઈચ્છા દર્શાવી હતી.