ગાંધીનગર: ગુજરાતની સૌથી મોટી અને દેશની ત્રીજા નંબરે ની અમદાવાદની 146મી રથયાત્રામાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ઐતિહાસિક અમદાવાદની 146મી રથયાત્રામાં ભાવિક ભક્તોને દર્શન થાય તે માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
શું કહ્યું હર્ષ સંઘવીએ?: રથયાત્રાના પ્રારંભમાં રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ ગુજરાતના તમામ લોકોને રથયાત્રા અને અષાઢી બીજની ઘણી શુભકામનાઓ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આ ઐતિહાસિક 146 રથયાત્રા આજે વહેલી સવારે વર્ષો વર્ષની પરંપરા મુજબ બધા ભક્તો માટે ખૂબ મોટું આસ્થાને કેન્દ્ર રહ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વહેલી સવારે તેમના પરિવારજનો સાથે રહીને જગન્નાથજીની આરતીમાં ભાગ લીધો હતો. આજે શરૂઆતમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી, સોનાની સોનાની સાંકળેથી રસ્તો સાફ કરીને રથયાત્રા નો પ્રારંભ કરાવ્યો. વહેલી સવારથી ભાવિક ભક્તો મંદિરમાં પહોંચ્યા છે.
લોકોએ રેલિંગ તોડી: ભગવાનના દર્શન કરવા માટે આજે લોકો રાત્રિના બે કલાકથી નજીક લાઈનમાં લાગી ગયા હતા અને જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિધિ કરવા માટે આવી રહ્યા હતા. સલામતીના ભાગરૂપે દર્શનાર્થીઓને બહાર રાખવામાં આવ્યા હતા. જેથી ભક્તોએ ભગવાનના દર્શન કરવા માટે થયા હતા અને જ્યારે મુખ્યપ્રધાન ગયા ત્યારે જલ્દીથી દર્શન કરવા માટે લોકોએ રેલિંગ પણ તોડી હતી.
રથ સમયસર મંદિર પહોંચે તેવી અપીલ: રાજ્ય કક્ષાના સંઘવીએ તમામ શહેરીજનોને હકીકતા જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રા અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જવાની છે અને લોકો ને દર્શન કરવા માટે તમામ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આ યાત્રા હવે સારી રીતે અને સમયસર મંદિરમાં પરત ફરે અને લોકોનો સાથ સહકાર મળે તેવી લાગણી સાથેની વિનંતી કરી હતી.