અમદાવાદ: દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદના જમાલપુર ખાતે ભારે ઉત્સાહ પૂર્વક નીકળી છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ હાજર રહ્યા છે. સવારમાં જ 3: 55 મિનિટે દેશના ગૃહ પ્રધાન અમિત શાહએ મંગળા આરતીમાં હાજરી આપી હતી. જ્યારે સવારમાં 7 વાગે દેશના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. પરંતુ તે પહેલા જ ભગવાનની ખીચડીનો ભોગ ધરાવામાં આવ્યો હતો તો આવો જાણીએ કાળી રોટી ધોળી દાળ તેમજ ખીચડીના ભોગ વિશે.
કાળી રોટી ધોળી દાળનું મહત્વ: ભગવાનને પ્રિય કાળી રોટી ધોળી દાળ એક પૌરાણિક કથા જોડાયેલી છે.જેમાં કહેવાય કે મંદિરના જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જીર્ણોદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળઓ દૂર દૂરથી આવ્યા હતા. આ જીર્ણોદ્વારમાં આવેલ શ્રદ્ધાળુ ભુખ્યા ના રહે તે મંજુર નહોતી જેના થકી મહંત નરસિંહદાસજી રસોઈના આદેશ આપ્યા હતા કે માલપુવા, દૂધપાક,ગાંઠિયા બનાવી પીરસવામાં આવે તે સમયથી જ આ પરંપરા ચાલી આવી રહી છે.
દૂધપાક પહેલી પસંદઃ મંદિરમાં કોઈપણ પ્રસંગ હોય તે સમયે પણ મંદિર આવેલ તમામ લોકોને દૂધપાક અને માલપુવા અવશ્ય આપવામાં આવે છે. જયારે મંદિરે દર્શન કરવા આવનાર તમામ લોકોને માલપુવા અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે. અમાસના દિવસે ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળ રોકાઇને જ્યારે મંદિર પરત આવ્યા હતા. એક ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના સાધુ સંતો તેમજ શહેરના લોકો પણ આ ભંડારામાં ભગવાનનો પ્રસાદ લીધો હતો.
1000 કિલો લોટનો ઉપયોગઃ જેની અંદર ભગવાનને સૌથી પ્રિય કાળીરોટી અને ધોળીદાળ એટલે કે માલપુવા અને દૂધપાક દરેક લોકોને રસવામાં આવ્યો હતો. જેમાં 4000 લીટર દૂધનો દૂધપાક તૈયાર કરવામાં આવ્યો. હતો. 1000 કિલોથી પણ વધારે લોટના માલપુવા બનાવવામાં આવ્યા હતા. "ભગવાન જગન્નાથની રથયાત્રાની નીકળે તે પહેલાં આંખ પરથી પાટા ખોલ્યા બાદ ખીચડીનો ભોગ ધરવામાં આવ્યો હતો.જેમાં હાજરો કિલો સુકામેવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું ખિચડી બનાવનાર ભહાદૂરભાઈએ કહ્યું હતું.
મંદિરમાં ખિચડીનો પ્રસાદઃ જેમાં 2000 કિલો ચોખા, 4000 કિલો ડ્રાયફ્રૂટ,1000 કિલો ચોખા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આજ મંદિરમાં દર્શન કરવા આવનાર તમામ લોકો ખીચડી પ્રસાદ આપવામાં આવશે.જેમાં અંદાજીત 1.50 લાખ જેટલા લોકો આજ મંદિરમાં દર્શન કરવા આવે શક્યતા પણ સેવાઈ રહી છે. ભગવાન જગન્નાથને અષાઢી બીજના દિવસે સવારે એક ખાસ કરીને ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે.
ખિચડી અર્પણઃ જેમાં માન્યતા અનુસાર જીવરામ પોતે કૃષ્ણ ભક્ત હતા. જેના કારણે તેમની પુત્રી કર્માબાઈ પણ કૃષ્ણ ભક્ત બની હતી જીવરામ એક વખત તીર્થયાત્રા યોજાય છે. દરરોજ ભગવાનને સવારમાં ભોગ ધરાવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે કર્માબાઈને ખીચડી સિવાય અન્ય કોઈપણ વસ્તુ બનાવતા આવડતી ન હોવાને કારણે કર્માબાઈ ભગવાન કૃષ્ણને ખિચડી બનાવીને અર્પણ કરે છે.
ભોગ: જે ખીચડીમાં ઘી ગોળ નાખીને ભગવાન સામે મૂકે છે. કહે છે કે તમને ભૂખ લાગે ત્યારે જમી લેજો.. ભગવાન આગળ મુકેલો ભોગ ભગવાન અર્પણ કરતા નથી.ત્યારે કર્માબાઈ ચિંતામાં મુકાઈ જાય છે. મૂર્તિમાંથી અવાજ આવે છે તે હું ખીચડી ખાવ કેવી રીતના તે મૂર્તિ આગળ પડદો તો મૂક્યો નથી. આ વાતથી કરવા ભાઈ મૂર્તિ આગળ પડદો મૂકે છે. અને ભગવાન બધી ખીચડી ખાઈ જાય છે ત્યારથી જ ભગવાનને ખીચડીનો ભોગ ધરાવામાં આવે છે.