ETV Bharat / state

Ahmedabad Rain: અમદાવાદમાં આખી રાત વરસાદ વરસ્યો, સૌથી વધુ રાણીપમાં 3 ઇંચ જેટલો વરસાદ

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં દરેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં અંદાજિત જિલ્લા 24 કલાકમાં 2 ઇંચ વધારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાણીપમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ ખાતે એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી.

it-rained-overnight-in-ahmedabad-the-heaviest-in-ranip-with-up-to-3-inches

author img

By

Published : Jul 9, 2023, 4:04 PM IST

આખી રાત વરસાદ વરસ્યો

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે અમદાવાદ શહેરમાં પણ દિવસ પર ધીમી ધારે વરસાદ ચાલ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌથી વધુ રાણીપમાં વરસાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં વરસાદ હતો. જેમાં રાણીક ખાતે 3 ઇંચ, ચાંદખેડા 2 ઇંચ, ઉસ્માનપુરા 1 ઇંચ અને ટાગોરહોલ ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પૂર્વ ઝોનની વાત કરવામાં આવે તો ઓઢવ ખાતે 1 ઇંચ, વિરાટનગર 1 ઇંચ, રામોલ 2 ઇંચ અને કઠવાડા ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ 1.5 ઇચ જેટલો વરસાદ: શહેરના ઉત્તર પશ્ચિમની વાત કરવામાં આવે તો ખાતે એક ઇંચ સાયન્સ સીટી 1.5 ઇંચ,જોધપુર 1 ઇંચ અને મક્કમપુરા ખાતે 1 ઇંચ વરસાદ હતો. દાણાપીઠ ખાતે 1.5 ઇંચ અને દૂધેશ્વર ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ઝોનના મેમકોમા 1 ઇંચ કોતરપુરમાં 1 ઇંચ, સાઉથ ઝોનના મણિનગરમાં અડધો ઇંચ અને વટવા ખાતે 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.

અમદાવાદમાં યલો એલર્ટ: હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ વરસી શકે તેવી આશા સાથે આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં માત્ર 1 ઇંચ જેટલા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યાઓ પણ સામે આવતી હોય છે. બીજી બાજુ સાબરમતી નદી ક્રુઝ ચલાવવામાં માટે 132 ફુટ રાખવામાં આવતું હોવાથી વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે.

  1. Gujarat Rain Update: રાજ્યમાં મેહુલિયાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, હજુ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી
  2. Gir Somnath Rain: પ્રથમ વરસાદે ગીરનો સૌથી મોટો હિરણ 2 ડેમ થયો ઓવરફ્લો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.