- કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ
- સાલ હોસ્પિટલના ચેરમેન સંચાલકના ઘરે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન
- સાલ હોસ્પિટલ , કોલેજ અને સાલ સ્ટિલ પર ITની ટીમ દ્વારા કાર્યવાહી
અમદાવાદઃ દેશમાં કોરોના કાળ દરમિયાન લોકો હેરાન પરેશાન હતા. ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા મન ફાવે તે રીતે સારવાર અંગેનો ચાર્જ વસુલવામાં આવતો હતો. જેને લઈ હવે IT વિભાગ પણ (IT raids in Ahmedabad)એટલું જ સક્રિય થયું છે. ત્યારે અમદાવાદની સાલ હોસ્પિટલના (IT raids on Sal Hospital Group)ચેરમેનના ઘરે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
અમદાવાદના એક પણ IT અધિકારીને લેવામાં આવ્યા નથી
વહેલી સવારથી જ આવકવેરાના વિભાગના અધિકારીઓએ ચેરમેનના ઘરના દરવાજા પર ધામા નાખ્યા હતા. તો બીજી તરફ સાલ હોસ્પિટલ (Income tax department raids at Sal Hospital ), કોલેજ અને સાલ સ્ટિલ પર પણ ITની ટીમ દ્વારા સર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો.કે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ ITના સર્ચમાં ઓપરેશનમાં અમદાવાદના એક પણ IT અધિકારીને લેવામાં આવ્યા નથી. સર્ચમાં માત્ર મુંબઈ દિલ્લી આવકવેરા વિભાગની (Mumbai Delhi IT Department)સંયુક્ત ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલ 10થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ કામગીરી કરી છે.
દરોડામાં ગુજરાતની IT ટીમને રાખવામાં આવી બાકાત
સૂત્રો તરફથી મળતી માહિતીમાં મુંબઈ દિલ્લીની આવકવેરા વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલના ચેરમેનના નિવાસે પણ આ દરોડા પાડવામાં આવ્યા છે.અમદાવાદ સ્થિતિ સુરધારા સર્કલ નજીક આવેલા નિવાસસ્થાને વહેલી સવારે IT ત્રાટકી દરોડા પડ્યા હતા. તો બીજી તરફ ચેરમેનના નિવાસ્થાનથી 1 કિમીના અંતરે તેમની સાલ હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ આ દરોડાની કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે સમગ્ર દરોડાની કામગીરીથી ગુજરાત ITની ટીમને બાકાત રાખીને સમગ્ર સર્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Rajasthan Investment Summit: રાજસ્થાનને ગુજરાતમાંથી મળ્યા 1 લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ