ETV Bharat / state

Gujarat High Court : જે પણ સંસ્થામાં કામ કરવું એનું હિત અને વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી : ગુજરાત હાઇકોર્ટ - શાળાના પ્રિન્સિપાલ

શાળાના પ્રિન્સિપાલે ગેરરીતિ આચરતા સંસ્થા તરફથી તેમને પદ પરથી દૂર કરવામાં આવતા પ્રિન્સિપાલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે , જે પણ સંસ્થામાં કામ કરો તે સંસ્થાનું હિત અને વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી છે. આ સાથે જ હાઇકોર્ટે સંસ્થા તરફે ચુકાદો આપ્યો હતો અને પ્રિન્સિપાલની અરજીને ફગાવી દીધી હતી.

Gujarat High Court : જે પણ સંસ્થામાં કામ કરવું એનું હિત અને વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી : ગુજરાત હાઇકોર્ટ

author img

By

Published : Apr 4, 2023, 9:59 PM IST

અમદાવાદ : આનંદાલય એજ્યુકેશન સોસાયટીના પ્રિન્સિપાલને સંસ્થા તરફથી સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવતા પ્રિન્સિપાલે ગુજરાત હાઇકોર્ટમાં આ સસ્પેન્શન ઓર્ડરને પાછો લેવા માટે કરવા માટે અરજી કરી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે, ભારતના બંધારણની કલમ 226 હેઠળ સંસ્થા સામે આ અરજી જાળવવા યોગ્ય નથી. હાઇકોર્ટ અરજીનો નિકાલ કર્યો હતો.

શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની હકીકત જોઈએ તો વર્ષ 2019 માં અરજદાર પવન શર્માએ આનંદાલય એજ્યુકેશન સોસાયટીના પ્રિન્સિપાલના પદ માટે અરજી કરી હતી અને ત્યારબાદ તેઓ જરૂરી પસંદગી પ્રક્રિયાઓમાંથી પસાર થયા હતા અને તેમની પસંદગી અને નિમણૂક કરવામાં આવી હતી. પવન શર્માને જે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, તેઓ એક વર્ષ માટે પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ તેમને સંસ્થા દ્વારા ઓફિસિયલ ઓર્ડર આપીને તેમની નિમણૂક કરવામાં આવશે.

એક વર્ષના પ્રોબેશનના પિરિયડ : જોકે આ એક વર્ષના પ્રોબેશનના પિરિયડ દરમિયાન પ્રિન્સિપાલે પવન શર્માએ અનેક ફરિયાદોનો અને આરોપો તેમની સામે લગાવવામાં આવ્યા હતા. જેના કારણે તેમને સંસ્થા દ્વારા વિભાગીય કાર્યવાહી અને ચાર્જશીટ જારી કરવામાં આવી હતી. તેમની સામે લાગેલા આરોપોના તપાસ દરમિયાન જે માહિતી સામે આવી હતી તે તમામ માહિતીના આધારે સંસ્થા દ્વારા પ્રિન્સિપાલને તેમના પદ પરથી ટેમ્પરરી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

આચાર્યના સસ્પેન્શન ઓર્ડરને પણ લંબાવી દીધો હતો : પ્રિન્સિપલને પવન શર્માને સંસ્થા તરફથી ચાર્જશીટ આપવામાં આવતા તેમણે તમામનો જવાબ આપ્યો હતો અને તેમની સામે અપાયેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે ત્યારબાદ સંસ્થાએ ખાતાકીય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી વિશે તેમને પત્રથીજાણ કરી હતી. જ્યાં સુધી તેમની પૂછપરછની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આચાર્યના સસ્પેન્શન ઓર્ડરને પણ લંબાવી દીધો હતો. અરજદાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, વર્ષ 2022 માં જ્યારે તેઓ જયપુરની પ્રવાસે ગયા હતા ત્યારે સંસ્થા દ્વારા તેમને આ બાબતનો ઈમેલ કર્યો હતો અને જાણ કરી હતી. પવન શર્માએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ બાબતમાં કોઈ જ પ્રકારની ખાતાકીય કાર્યવાહી લાગુ થતી નથી. સંસ્થા દ્વારા કરવામાં આવેલો તેમનો સસ્પેન્શન ઓર્ડર ખોટો છે તેથી આ ઓર્ડરને દૂર કરવામાં આવે.

જસ્ટિસ અરજદાર પ્રિન્સિપાલની અરજીને ફગાવી દીધી હતી : આ કેસમાં તમામ પક્ષોની દલીલો સાંભળીને જસ્ટિસ સંદીપ ભટ્ટની ખંડપીઠે અરજદાર પ્રિન્સિપાલની અરજીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, આ અરજીને ફગાવવાના મહત્વના તત્વો છે તેમજ જેને આ પ્રમાણે ગણવામાં આવે છે. અરજદાર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા અને અરજદારની શરૂઆતમાં કોન્ટ્રાક્ટ દ્વારા જ પ્રોબેશન ઉપર નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ આ પ્રોબેશનના પિરિયડ દરમિયાન પ્રિન્સિપાલે કહી શકાય એવા ગંભીર ગેર વર્તણુક કર્યા હતા. જેના કારણે તેમની સામે સંસ્થા દ્વારા ચાર્જ શીટ લાગુ કરવામાં આવી હતી. આ ચાર્જશીટની પ્રક્રિયા માટે તેમની સામે તપાસ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : High Court : હાઇકોર્ટે ગીરનાર પર્વત અને મંદિરોની આજુબાજુ ગંદકીને લઈને મહત્વના હુકમો આપ્યા

અન્ય શિક્ષકોને પણ પ્રિન્સિપાલ તરફથી ભયંકર ધમકીઓ મળતી હતી : જોકે બધા સબૂતોને ધ્યાનમાં રાખીને જોતા બહાર આવ્યું છે કે, પ્રિન્સિપાલ પવન શર્મા સામે જે તપાસ ચાલુ હતી તે દરમિયાન તપાસ અધિકારીને પવન શર્મા દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. સંસ્થામાં ફરજ બજાવતા અન્ય શિક્ષકોને પણ પ્રિન્સિપાલ તરફથી ભયંકર ધમકીઓ મળતી હતી જેના કારણે એક શિક્ષક દ્વારા પ્રિન્સિપલ વિરુદ્ધ ફોજદારી કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પવન શર્મા સામે તપાસ પૂર્ણ થવાના આરે હતી તે સમયે પણ પવન શર્મા ખૂબ જ બિન ઉપયોગી અને ઉગ્રતાના કારણે તપાસ અધિકારીને એમની તપાસ કાર્યવાહી આગળ વધારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં તેમણે આનંદાલય એજ્યુકેશન સોસાયટીના તમામ શરતો નિયમોનો પણ 1988 ની કલમ હેઠળ દુર ઉપયોગ કર્યો હતો તેથી જ તેમને સેવા ઉપરથી બરતરફ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ સંદીપ એમની ખંડપીઠે વધુમાં કાર્યવાહીના પાસાને ધ્યાનમાં લેતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, સંસ્થાએ આચાર્યને કરાર પર નિયુક્ત કર્યા હતા અને તેમની સેવાઓ કરારની શરતો દ્વારા સંચાલિત હતી. કરારમાં સ્પષ્ટપણે નિયમો અને શરતોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ પવન શર્મા દ્વારા આ તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને સંસ્થાના અહિતમાં હોય તેવા કામ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Gujarat High Court: હાઇકોર્ટમાં કુલ જજની સંખ્યા 31 થઈ, મળ્યા બે નવા જજ

પવન શર્માએ પોતાની સંસ્થાના અહિતમાં કાર્ય કર્યું છે : આ અરજીનો નિકાલ કરતા જસ્ટિસ ભટ્ટે જણાવ્યું હતું કે, તમામ પક્ષની દલીલો સાંભળીને આ અદાલત એ તારણ ઉપર પહોંચી છે કે, પવન શર્માએ પોતાની સંસ્થાના અહિતમાં કાર્ય કર્યું છે. તેમણે સંસ્થાનો વિશ્વાસ ગુમાવ્યો છે તમે જે પણ સંસ્થામાં કામ કરો છો એ સંસ્થા પ્રતી તમારો વિશ્વાસ અને એ સંસ્થાનું હિત જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી હોય છે અને તેના કારણે ભારતના બંધારણના અનુચ્છેદ 226 હેઠળ તેમની પિટિશનને ધ્યાનમાં લેવાની જરૂરી છે. આ અરજીને ફગાવી દેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.