ETV Bharat / state

Iskcon Bridge Accident Case: પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર મૃતકોના પરિવારજનોએ આજે વાંધા અરજી ફાઇલ કરી

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં ઘટનાસ્થળ પર ધમકી આપનાર આરોપી પ્રગ્નેશ પટેલે મેડિકલ માટે વચગાળાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી છે. તેમાં આજે ચૂકાદો હતો. પરંતુ ત્રણ મૃતકના પરિવારે તેમાં વાંધા અરજી દાખલ કરતા હવે પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર 21 ઓગસ્ટે ચૂકાદો આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 19, 2023, 5:52 PM IST

Updated : Aug 19, 2023, 9:48 PM IST

મૃતકોના પરિવારજનોએ આજે વાંધા અરજી ફાઇલ કરી

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી પ્રગ્નેશ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આવવાનો હતો. પરંતુ આ અકસ્માતમાં મૃત્યુ પામેલ રોનક, કૃણાલ અને અક્ષર પરિવારવતી પ્રગ્નેશ પટેલની જામીન અરજી પર એડવોકેટ દર્શન વેગડે દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશ પટેલે ઘટના સ્થળ ઉપર હાજર રહેલા લોકોને ધાગધમકી આપી હતી તેમજ રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પોલીસે તેની ધરપકડ કરી હતી.

એડવોકેટ દર્શન વેગડે જણાવ્યું હતું કે,

" પ્રગ્નેશ પટેલની કેન્સર જેવી જે બીમારીની વાત વચગાળાની જામીન અરજીમાં કરી છે તે બીમારી અચાનક ક્યાંથી પ્રગટ થઈ છે? પ્રગ્નેશ પટેલની ધરપકડમાં, રિમાન્ડમાં, ચાર્જશીટમાં, જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમજ તેની રેગ્યુલર જામીન અરજીમાં પણ કેન્સરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પ્રગ્નેશ પટેલે આ અરજી કેન્સરના ટ્રીટમેન્ટ માટે નથી કરી પરંતુ, જો પ્રજ્ઞેશ પટેલ ને છોડવામાં આવશે તો તે સાક્ષીઓને ધમકાવવા ફોસલાવા અને લલચાવા સુધીની કેસને નબળો પાડવાની પૂરેપૂરી શક્યતા છે. માટે તેને જામીન ના મળવા જોઈએ. આ સાથે જ અમે આજે તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજીમાં પણ વાંધા અરજી ફાઇલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે."

શું છે વાંધા અરજીમાં: પ્રગ્નેશ પટેલની કરેલી જામીન અરજીમાં પરિવારજનો દ્વારા જે વાંધો અરજીમાં આ મુદાઓ ઉઠાવવામાં આવ્યા છે.

1. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે પોતાના પુત્રને બચાવવા માટે લોકો સાથે ઘર્ષણ કરી ધમકી આપીને પુત્રને ભગાડી લઈ ગયો હતો.

2. પ્રગ્નેશે માત્ર પોતાના પુત્રને જ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભોગ બનનારને હોસ્પિટલ પહોંચાડવા જેટલી પણ તેને માનવતા દાખવી ન હતી.

3. પ્રગ્નેશ પટેલને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેના ગુનાનો ઇતિહાસ જોતા તે નાસી જાય અને ભાગી જાય તેમજ સાક્ષીઓને ફોડવાનો અને દબાવવાનો ધમકાવવાનો ભય રહે છે.

4. પ્રગ્નેશ પટેલે કેન્સર જેવી ગંભીર બીમારીને પોતાની રેગ્યુલર જામીન અરજીમાં પણ જણાવ્યું ન હતું તેમજ કોર્ટને પણ આના વિષે અગાઉ જાણ કરવામાં આવી ન હતી.

  1. Isckon Bridge Accident: અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ પ્રગ્નેશ પટેલ હવે વચગાળાના જામીન માટે અરજી કરી
  2. Isckon Bridge Accident Case : આજે કેસ સેસન્સ કમિટ થયો, 24 તારીખે પિતાપુત્રને હાજર રાખવામાં આવશે

Last Updated : Aug 19, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.