અમદાવાદ: 19 જુલાઈ 2023 ની વહેલી સવાર અમદાવાદ શહેરના લોકો માટે કાળમુખી બનીને આવી હતી. અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર થાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બચાવ માટે ઉભેલા અંદાજિત 20 જેટલા લોકોને પાછળથી પૂર ઝડપે આવતી જાગુઆરકારે હડફેટમાં લીધા હતા. જેમાં આઠ જેટલા લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન જેટલા લોકો ઘાયલ થયા હતા. આરોપી તથ્ય પટેલના વકીલનું વિવાદિત બયાન સામે આવતા જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
'મારું કામ વકીલાત કરવાનું છે અને હું મારા પક્ષકારને બચાવી રહ્યો છું પરંતુ જો મારા આ કામથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું જાહેરમાં તમામ જનતાની માફી માગું છું. અને જનતા કહેશે તો હું આ કેસ લડવાનું મૂકી દઈશ. પરંતુ મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવીને કેસ લડશે જ. જે લોકોના મૃત્યુ થયા છે. તેની સાથે મારી પણ સંવેદના સંકળાયેલી છે. તું મારું કામ વકીલાત કરવાનું હોવાથી હું મારું કામ કરી રહ્યો છું.' -નિશાર વૈદ્ય, આરોપી તથ્ય પટેલના વકીલ
'જે દિવસે અકસ્માત સર્જાયો તે દિવસે જનતા તેમના દીકરાને ખૂબ જ માર મારી રહી હતી. જેના કારણે પ્રજ્ઞેશ પટેલે પોતાના દીકરા તથ્યને બચાવવા બચાવ માટે ત્યાંથી લઈને નીકળી ગયા હતા. જે લોકો મૃત્યુ પામ્યા છે તે પણ નિર્દોષ જ હતા પ્રજ્ઞેશ પટેલે પણ તેનું ઘણું દુઃખ છે. કોઈપણ પિતા હોય તે પોતાના પુત્રને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય છે તો તેવી જ રીતે પ્રજ્ઞેશ પટેલે પણ પોતાના પુત્રને બચાવવા માટે જ કામ કરી રહ્યા હતા.' -નિશાર વૈદ્ય, આરોપી તથ્ય પટેલના વકીલ
તમામ કેસ ફાસ્ટ ટ્રેક ચલાવવા આવે: તથ્ય પટેલનો કેસ સરકાર દ્વારા ફાસ્ટ ટ્રેક કેસ ચલાવવાનું નિર્ણય કરવામાં આવે છે. નિસાર વૈદ્યએ આ નિર્ણય આવકાર્યો હતો. હાલમાં દેશની અંદર ચાર કરોડથી પણ વધારે કેસ પેન્ડિંગ પડી રહ્યા છે. આ કેસને પણ આ રીતે તાત્કાલિક નિર્ણય લાવો જોઈએ. જેથી કરીને કેસની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. સરકાર દ્વારા જે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાનું નક્કી કર્યું છે તે નિર્ણય હું આવકારું છું.
નિશાર વૈધનું વિવાદિત નિવેદન: બુધવારે ઇસ્કોન પર થયેલ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ પોલીસ દ્વારા જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે આરોપીના વકીલ નિશાર વૈદ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે તથ્ય જ્યારે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તે લોકો વચ્ચે આવ્યા હતા અને હડફેટમાં લીધા હતા. નિવેદનથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત નિશાર વૈદ્યનો ફુલ સ્પીડમાં ગાડી ચલાવતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે વિડિયો પોતાનો ન હોવાની પણ કબુલાત કરી હતી.