અમદાવાદ : TATA IPL 2023ની 35મી મેચ ગુજરાત ટાઇન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાંજે 7:30 કલાકે શરૂ થવા જઈ રહી છે. જેને લોકો ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં પોતાની ટીમને તેમજ પોતાના ફેવરિટ ક્રિકેટરને સ્પોર્ટ કરવા મેદાન પર પહોંચ્યા છે.
દર્શકોની મોટી ઇનિંગ્સની આશા : મુંબઈ ઇન્ડિયન્સ કપ્તાન રોહિત શર્મા વર્તમાન IPLમાં જોઈ તે પ્રમાણે ફોર્મ જોવા મળી રહ્યો નથી. જેના કારણે અમદાવાદની પીચ બેટિંગને અનુકૂળ હોવાના કારણે રોહિત શર્મા પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સ ટીમ IPL સૌથી સફળમાની એક ટીમ છે. સૌથી વધુ ટાઇટલ પણ મુંબઈ ઇન્ડિયન્સ પાસે છે, ત્યારે આ વર્ષ જોઈ તે પ્રમાણે દેખાવ હજુ સુધી જોવા મળ્યો નથી. જેના કારણે હવે દર્શકો રોહિત શર્મા પાસે મોટી ઇનિંગ્સ તેમજ આવનાર મેચ પણ મુંબઈ ઇન્ડિયન્સ સારી રીતે ક્રિકેટ રમે તેવી આશા રાખી રહ્યા છીએ.
આ પણ વાંચો : IPL 2023 : હોમગ્રાઉન્ડમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે હારનો બદલો લેવા ગુજરાત ટાઈટન્સ મેદાને ઉતરશે
હાર હેટ્રિક ટાળવાનો પ્રયાસ : દરેક ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં સારો દેખાવ કરવાની આશા રાખતા હોય છે. ત્યારે બીજી બાજુ ગુજરાત ટાઈટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પ્રથમ મેચ જીત્યા બાદ સતત બે મેચમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ આ હાર હેટ્રિક ટાળવાનો ગુજરાત ટાઇન્ટ્સ પ્રયત્ન કરશે. સાથે આ વખતે પણ ગુજરાત ટાઇન્ટ્સ હાર્દિક પંડયા જે પ્રમાણે લખનઉ સુપર જાયન્ટસ સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેવી ઇનિંગ્સ આજની મેચ રમે તેવી આશા દર્શકો રાખી રહ્યા છે.
આ પણ વાંચો : BCCI IPL: સુરતમાં BCCI દ્વારા IPL ફેનપાર્કનું આયોજન કરવામાં આવ્યું
બન્ને ટીમ પોતાની છેલ્લી મેચ : બન્ને ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડમાં છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં મુંબઈ ઇન્ડિયન્સને ચેન્નઈ સુપર કિંગ્સએ 7 વિકેટ વાનખેડે સ્ટેડિયમ હરાવ્યું હતું, ત્યારે બીજી બાજુ ગુજરાત ટાઇન્ટ્સને પોતાના ઘરમાં રાજસ્થાન રોયલે 3 વિકેટ હાર આપી હતી. ત્યારે આ વખતે ગુજરાત ટાઇન્ટ્સ પોતે આજની મેચમાં જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનની નજીક પહોંચવાનો પ્રયત્ન કરશે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ આજની મેચ જીતી ટોપ 4 પહોંચવાનો પ્રયત્ન કરશે.