અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્તમાન TATA IPL2023 ની સિઝનની પોઈન્ટ ટેબલ પરની પહેલી સ્થાન અને અંતિમ સ્થાન રહેલી ટીમ વચ્ચે મેચ રમાશે. આજની મેચમાં ટોસ મહત્વનો સાબિત થશે. જેથી જે પણ ટીમ ટોસ જીતશે તો તે ટીમ પહેલા બોલિંગ પસંદ કરશે.
સાંજે સાડા સાતે શરુ થશે મેચ : TATA IPL 2023ની સિઝન હવે પોતાના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. જેના કારણે હવે એક હાર ક્વોલિફાઈ થવા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. ત્યારે જીત ક્વોલિફાઈ માટે નજીક પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આજ ગુજરાત ટાઇન્ટ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે 7:30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે.
આ પણ વાંચો GT vs DC Prediction: દિલ્હી જીતના ઈરાદા સાથે મેદાને ઊતરશે પણ ગુજરાતને માત આપવી કઠીન, જાણો આ હકીકત
ગુજરાત તમામ ક્ષેત્રે મજબૂત : ગુજરાત ટાઈટન્સ વર્તમાન સિઝનની સૌથી સફળ ટીમ સામે જોવા મળી રહી છે.અત્યાર સુધીમાં 8 મેચમાંથી 6 મેચમાં જીત જ્યારે 2 મેચમાં હાર સાથે કુલ 12 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ બેટિંગમાં પણ શુભમન ગિલ, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા, વિજય શંકર શાનદાર ફોર્મ છે. તેમજ બોલિંગમાં પણ મોહમદ શમી, હાર્દિક પંડ્યા, રાશીદ ખાન પણ સારી ઇકોનોમી બોલિંગ કરી રહ્યા છે. જેને લઈ આજ મેચમાં દિલ્હીને એક સક્ષમ પડકાર આપી શકશે.
દિલ્હી કેપિટલ તમામ બેટીંગ નિષ્ફળ : દિલ્હી કેપિટલમાં રુષભ પંત વર્તમાન IPL સીઝનમાં ન હોવાના કારણે દિલ્હી કેપિટલ ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. જેના કારણે દિલ્હી મોટાભાગની મેચ એક તરફી હારનો સામનો કરવો પડ્યો છે. વર્તમાન IPLમાં 8 મેચમાંથી 6 હાર અને માત્ર 2 મેચમાં જીત મેળવી છે. જેથી પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાહરુખખાન, મનીષ પાંડે સહિતના ખેલાડી નિષ્ફળ રહ્યા છે. જયારે બોલિંગમાં કુલદીપ યાદવ, નોર્તઝે, ઈંશાંત શર્મા સહિતના બોલર પણ નિષ્ફળ રહ્યા છે. માત્ર અક્ષર પટેલ જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો Vijay Shankar :વિજય શંકરની તોફાની પારીનું સિક્રેટ, જેણે ગુજરાત ટાઇટન્સને ટોચ પર પહોંચાડ્યું
ટોસ મહત્વનો : અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હંમેશા બેટિંગ અનુકૂળ રહી છે. જેથી જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. છેલ્લી 6 મેચમાંથી 5 મેચમાં બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમ જીતી છે. જેથી આજની મેચમાં ટોસ મહત્વનો સાબિત થઈ શકે છે. ગુજરાત ટાઈટન્સ આજની મેચ જીતીને ક્વોલિફાઇ નજીક પહોંચી જશે.જ્યારે દિલ્હી કેપિટલ આજની મેચ હારશે તો ક્વોલિફાઈ થવું મુશ્કેલ બની જશે.