ETV Bharat / state

સાણંદ SDM આપઘાત કેસમાં તપાસ DySPને સોંપાઈ, FSL રિપોર્ટમાં થશે મોટા ખુલાસા? - પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલ

ગુજરાતમાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ડેપ્યુટી કલેકટર (SDM) તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી આર કે પટેલનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. પ્રાથમિક રીતે આત્મહત્યા લાગતા આ કેસની તપાસ હવે જિલ્લા એસપીએ ડીવાયએસપી ભાસ્કર વ્યાસને (DySP Bhaskar Vyas) સોંપી છે.પોલીસને આત્મહત્યા પાછળના કોઈ નક્કર કારણો ન મળતા હોવાથી આત્મહત્યા કરનાર પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલના મોબાઇલ ફોન અને તેઓના પાસેથી મળેલી પેન ડ્રાઈવને એફએસએલમાં (pen drive recovered from him have been sent to the FSL) મોકલી છે.

સાણંદ SDM આપઘાત કેસમાં તપાસ DySPને સોંપાઈ
investigation-in-sanand-sdm-suicide-case-handed-over-to-dysp-fsl-report-will-reveal-big-details
author img

By

Published : Nov 23, 2022, 7:57 PM IST

સાણંદ: સાણંદમાં ડેપ્યુટી કલેક્ટરે પાંચમા માળેથી ઝંપલાવી કરેલી આત્મહત્યા કેસમાં (suicide case of deputy Collector) જિલ્લા એસપીએ ડીવાયએસપી ભાસ્કર વ્યાસને (DySP Bhaskar Vyas) સમગ્ર મામલાની તપાસ સોંપી છે. હાઈ પ્રોફાઈલ સુસાઇડ કેસમાં (the high profile suicide case) હજુ સુધી પોલીસને આત્મહત્યા પાછળના કોઈ નક્કર કારણો ન મળતા હોવાથી આત્મહત્યા કરનાર પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલના મોબાઇલ ફોન અને તેઓના પાસેથી મળેલી પેન ડ્રાઈવને એફએસએલમાં (pen drive recovered from him have been sent to the FSL) મોકલી છે. હવે દરેકને એ વાતની રાહ છે કે FSL રિપોર્ટમાં શું ખુલાસા થશે.

શું હતી ઘટના?: થોડાક દિવસ પહેલા જ સાણંદ જિલ્લામાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તરીકે બદલી પામેલા રાજેન્દ્રભાઈ કેશવલાલ પટેલે નિર્મિત ફલોરા એપાર્ટમેન્ટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. તેઓ આ એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. મંગળવારે સવારે 9:30 વાગ્યે તેઓએ આપઘાત કર્યું હતું. આર.કે પટેલ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને સોમવારે રાત્રે અઢી વાગે સુધી તેઓ કામગીરી કરતા હતા. સવારે 9:24 મિનિટે ડ્રાઇવરને પોતાને લેવા માટે ફોન કર્યો હતો અને માત્ર સાત મિનિટના સમયગાળામાં જ તેઓએ આત્મહત્યા કરતા સાણંદ પોલીસની સાથે DYSP અને SP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

યોગ્ય તપાસની માગ: સવારે 9:30 વાગે તેઓએ આપઘાત કર્યો હોવાની જાણ સોસાયટીના ચેરમેનને થતા તેઓએ આ મામલે 108 ને જાણ કરી હતી, તેઓના ખિસ્સામાં બે મોબાઈલ ફોન અને એક પેન ડ્રાઈવ મળી આવી હતી, તેઓના મોબાઇલમાંથી ચેરમેને ફોન કરતા તેમના પત્નીએ ફોન રિસીવ કર્યો હતો અને તેઓએ જાણ કરી હતી કે તેમના પતિને ઈજાઓ થઈ છે. મહત્વનું છે કે આ ઘટના અંગે પરિવારજનોએ હત્યાની આશંકાઓ વ્યક્ત કરી છે, તેવામાં અર્બુદા સેનાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને આ મામલે યોગ્ય તપાસની માંગ કરી છે.

FSLના રિપોર્ટમાં થશે મોટા ખુલાસા?: આ અંગે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા અમદાવાદ જિલ્લા એસપી અમિતકુમાર વસાવાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તારણમાં રાજેન્દ્ર પટેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે તેઓએ આપઘાત કેમ કર્યો અને આપઘાત કરતા પહેલા તેઓએ કોની સાથે વાતચીત કરી તે તમામ દિશામાં તપાસ ડીવાયએસપી ભાસ્કર વ્યાસને સોંપવામાં આવી છે. તેઓની પાસેથી મળેલા બે મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.જેના રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલે વધુ ખુલાસાઓ સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.