અમદાવાદ: ઉત્પલ મોદી દ્વારા નિર્મિત-દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ 'ગાંધીની બકરી' અમેરિકા, જાપાન, જર્મની, ઈટાલી સહિત 10 જેટલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સરાહના મેળવી ચૂકી છે. આંગળીના વેઢે પણ માંડ ગણી શકાય એટલી જ ગુજરાતી ફિલ્મો ઈન્ટરનેશનલ લેવલે આવી સિદ્ધિ મેળવી શકી છે. જેમાં 'ગાંધીની બકરી' તેમાંની એક છે. આ ફિલ્મ સર્વેશ્વરદયાલ સક્સેનાના અતિ સફળ નાટક 'બકરી' પર આધારિત છે.
જેના મુખ્ય કલાકારો છે અર્ચન ત્રિવેદી, કિરણ જોષી, બિપીન બાપોદરા, મનિષ પાટડિયા, શૈલેન્દ્ર વાઘેલા, ડિમ્પલ ઉપાધ્યાય અને ગોપી દેસાઈ છે. જેમાં ગીતો ચીનુ મોદીના છે અને સંગીત નિમેષ દેસાઈનું છે. તેમજ આર્ટ ડિરેક્ટર શૈલેષ પ્રજાપતિ, સિનેમેટોગ્રાફી દિનેષ જીતીયા અને એડિટિંગ તાલ અને યાદે જેવી હિન્દી ફિલ્મોના એડિટર રહી ચૂકેલા શ્રીનિવાસ પાત્રોએ કર્યું છે.
તાજેતરમાં ક્રાઉનવુડ ઇન્ટરનેશનલ ખાતે શ્રેષ્ઠ ફિલ્મના સન્માન બાદ, ગુજરાતી ફિલ્મ 'ગાંધીની બકરી' ને જર્મનીના માબીગ ફિલ્મ ફેસ્ટિવલમાં 'ઓફિશિયલ સિલેક્શન' તરીકે પસંદ કરવામાં આવી છે. અને હવે પાછા ત્રણ વધુ જગ્યા ગ્લોરીઝ ટોક્યો જાપાનના ટોપ ઇન્ડી એવોર્ડ્સમાં 'બેસ્ટ ઓરિજિનલ આઈડિયા' માટે સત્તાવાર પસંદગી અને નામાંકન, ત્યારબાદ ન્યૂ યોર્ક મૂવી એવોર્ડ્સ 2020 માં 'ઓફિશિયલ સિલેક્શન' થયું છે.
એક પ્રતિષ્ઠિત જૂયુરી દ્વારા તેની બહોળા પ્રમાણમાં પ્રશંસા કરવામાં આવી છે. તેમજ હજારો આંતરરાષ્ટ્રીય દર્શકોમાં ક્રાઉનવુડ, મબીગ (જર્મની), ટોપ ઇન્ડી એવોર્ડ્સ (ટોક્યો) અને ન્યૂયોર્ક મૂવી એવોર્ડ ફેસ્ટિવલ, જેવા 13 થી વધુ ઇન્ટરનેશનલ ફિલ્મ એવૉર્ડમાં 'ગાંધીની બકરી' ને સન્માન મળ્યું છે અને એવૉર્ડ પણ મળ્યા છે.
અમદાવાદથી મનન દવેનો વિશેષ અહેવાલ.