અમદાવાદ : ગુજરાત વિશ્વમાં દરેક જગ્યા પર દેશનું નામ રોશન કરી રહ્યું છે. જેમાં ઉદ્યોગ હોય કે પછી રમત ગમત. ઉપરાંત રાજકારણ સહિતના દરેક ક્ષેત્ર ગુજરાતનું ટેલેન્ટ દેશનું નામ રોશન કરી રહ્યુ છે. ત્યારે વધુ એક ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટિવલમાં ભાગ લઈને ગુજરાતના કલાકારોએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું છે.
વિશ્વમાં સંસ્કૃતિ પ્રચાર : આ અંગે રંગસાગર અકાદમીના ડાયરેક્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારું મુખ્ય લક્ષ્યાંક છે કે દેશની તેમજ ગુજરાતની સંસ્કૃતિને પ્રચલિત કરવામાં આવે. જે અંતર્ગત અમે અત્યાર સુધીમાં 65 જેટલા ઇન્ટરનેશલ કલ્ચર ફેસ્ટિવલમાં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2017માં અમે રેકોર્ડ બનાવ્યો હતો. તેનો જ રેકોર્ડ અમે તોડી ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતે અમે 4 દેશમાં ફેસ્ટિવલ ભાગ લીધો હતો. જેમાં એક સાથે 140 જેટલા લોકોએ 52 જેટલા અલગ અલગ દેશ સંસ્કૃતિના ડાન્સ તેમજ નૃત્ય કર્યા હતા.
ગુજરાતના 140 જેટલા કલાકારોએ રેકોર્ડ બનાવ્યો છે. તે આવનાર પેઢી માટે પ્રેરણાદાયી રહેશે. આવનાર પેઢીને પણ તૈયાર કરવાની છે. દેશના સિનિયર કલાકારો સુંદર કામ કરી રહ્યા છે. પરંતુ તેમની ઉંમર વધી ગઈ હોવાના કારણે કામ કરી શકે તેમ નથી. પણ હવે યુવા પેઢીને તૈયાર કરવાનો સમય આવી ગયો છે. જો ભારતીય કલા અને સંસ્કૃતિને જાળવી હશે તો નવા કલાકારોને તૈયાર કરવા પડશે. -- જોરાવરસિંહ જાદવ (વાઇસ પ્રેસિડેન્ટ, ભારત સંગીત નાટ્ય અકાદમી)
ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટીવલ : ગામડા તેમજ શહેરમાં કલાકારોએ યોગ્ય પ્લેટફોર્મ મેળવવું ખૂબ જ જરૂરી છે. તેમની કળા બહાર આવે તે ખૂબ જરૂરી છે. વિદેશમાં આપણી સંસ્કૃતિ પ્રચાર વિશ્વમાં થયા તે જરૂરી છે. કેમ કે આજ દેશ વિશ્વ મહાગુરુ બનાવા તરફ આગળ વધી રહ્યો છે. તેના માટે યુવા કલાકારો આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. ઇન્ટરનેશનલ કલ્ચર ફેસ્ટીવલમાં કુલ 50 દેશના કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં જર્મની, ભારત, ગ્રીસ, સ્પેન અને ફ્રાન્સ સહિતના અલગ અલગ દેશના કલાકારોએ ભાગ લીધો હતો.