- ગલ્ફ દેશોમાંથી ભારતમાં આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં તબદીલ કરતું કોલ સેન્ટર ઝડપાયું
- VOIP સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને કોલ ટ્રાન્સફર કરવામાં આવતા
- 1000 કોલની SIP લાઇન સાથેનું આખું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું
- 11 દિવસમાં જ 12.46 લાખ વિવિધ દેશોમાંથી રૂટ કરીને ભારતમાં કરવામાં આવ્યા
અમદાવાદઃ ગલ્ફ દેશોમાંથી ભારતમાં વોઈપ કોલ કરવા પર પ્રતિબંધ છે જેથી ગલ્ફ દેશોમાંથી ભારતમાં કોઈપણ રાજ્યમાં કોલ કરવા માટે લોકલ કોલ કરવો પડે છે. ત્યારે ગલ્ફ દેશોમાંથી ભારત ફોન કરવા ઇચ્છતા નાગરિકોને ખર્ચ બચાવવા માટે વિશેષ સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. જેના મારફતે ISD કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને ત્યારબાદ VOIP(Voice over Internet Protocol) સર્વિસનો ઉપયોગ કરી ઇન્ટરનેશનલ કોલને(International Call Center) રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા
આ ઇન્ટરનેશનલ કોલને રૂટ કરીને લોકલ કોલમાં ટ્રાન્સફર કરતા ખૂબ ઓછા ખર્ચે ગલ્ફ દેશોમાંથી ભારત કોલ થતા હતા. આ સર્વિસ પુરી પાડવા માટે આરોપીઓ દ્વારા વપરાશકર્તા પાસેથી પેકેજ સ્વરૂપે નાણાં વસુલવામાં આવતા હતા. ગ્રાહકો દ્વારા કોલ કરતી વખતે વેઇટિંગ અથવા કોલ એન્ગેજ ન આવે તે માટે આરોપીઓ દ્વારા 1000 કોલની SIP લાઇન સાથેનું આખું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું.
આ સેટઅપ પુણેના ટોની ઉભું કર્યું હતું
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપેલા આ કૌભાંડનો(call center raid) મુખ્ય સૂત્રધાર ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોની છે. જે પુણેનો રહેવાસી છે તમામ સેટઅપ ટોની દ્વારા ઉભું કરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા ફક્ત 11 દિવસમાં જ 12.46 લાખ કોલ દુબઈ, ઓમાન તેમજ પાકિસ્તાન સહિતના દેશોમાંથી રૂટ કરીને ભારતમાં કરવામાં આવ્યા હતા. જેનાથી ભારત સરકાર તેમજ GSM નેટવર્ક પ્રોવાઇડ કરનારી કંપનીઓને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલો તબરેઝ કટારીયા સરખેજનો રહેવાસી છે જે ટોનીના સંપર્કમાં આવ્યો હતો અને અમદાવાદમાં કોલસેન્ટરનું(international call center in ahmedabad) સેટઅપ કરવા માટેની જગ્યા આરોપી દ્વારા પુરી પાડવામાં આવી હતી.
પાકિસ્તાનથી ભારતમાં પણ કોલ આવતા હોવાનો ખુલ્લાસો
ક્રાઇમબ્રાન્ચની(Ahmedabad Crime Branch) તપાસમાં પાકિસ્તાનથી પણ ભારતમાં કોલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે આ પ્રકારના રૂટ કરાયેલા કોલનો કોઈ રેકોર્ડ રહેતો નથી જેને કારણે દેશની સુરક્ષા અને સલામતીને પણ આવા કોલથી નુકસાન થવાની શકયતા રહેલી છે. હાલ તો ક્રાઇમબ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી ડવાયન માઈકલ ફેરિરા ઉર્ફે ટોનીને શોધવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આરોપીને ઝડપાયા બાદ આ કોલ સેન્ટરને લઈને મહત્વના ખુલાસા થવાની શકયતા ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બોગસ કોલ સેન્ટર મામલે વધુ એક યુવતીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી