ETV Bharat / state

રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ LG હોસ્પિટલમાં ન મળ્યા મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન

LG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન મળી રહેશે, તેવો પરિપત્ર રાજ્ય સરકારે જાહેર કર્યો હતો, જે બાદ દર્દીઓના સગાઓ LG હોસ્પિટલની બહાર ઇન્જેક્શન મેળવવા કતારમાં ઊભા છે, પરંતુ LG હોસ્પિટલની બહાર ઇન્જેક્શન ન હોવાની નોટિસ લગાવવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર જરૂરિયાતમંદ લોકોને LG હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે, તેવી હૈયાધારણા આપે છે, ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં પ્રવેશ ન મેળવી લે તે માટે બાઉન્સર મૂકે છે, તેમ લોકોનું કહેવું છે.

LG Hospital
LG Hospital
author img

By

Published : May 22, 2021, 3:39 PM IST

  • મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન મેળવવા નાગરિકોને ધરમધક્કા
  • શનિવારે પણ LG હોસ્પિટલ ખાતે લોકોને ન મળ્યા ઇન્જેક્શન
  • વહેલી સવારથી લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને મળી નિરાશા
  • અમારી પાસે મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન આવ્યા જ નથી - LG હોસ્પિટલ

અમદાવાદ : રાજ્ય સરકારના પરિપત્ર મુજબ શનિવારના રોજ LG હોસ્પિટલમાં ઇન્જેક્શન આવ્યા છે કે, કેમ તે મુદ્દે LG હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સંજય ત્રિપાઠી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે ETV BHARATને જણાવ્યું હતું કે, હજૂ LG હોસ્પિટલમાં ઇન્જેક્શન આવ્યા નથી. આગામી સમયમાં ઇન્જેક્શન આવશે કે કેમ? તે અંગે કશું જ કહી શકાય તેમ નથી. જોકે, ઇન્જેક્શન આવશે, તો લોકોને આપવા LG હોસ્પિટલની સંપૂર્ણ તૈયારી છે.

રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ LG હોસ્પિટલમાં ન મળ્યા મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન

આ પણ વાંચો - બાળકોમાં મ્યુકોરમાઈકોસીસનો પ્રથમ કેસ, અમદાવાદના 15 વર્ષીય બાળકને દાંતના ભાગે ઈન્ફેક્શન

ETV BHARATના માધ્યમથી દર્દીના સગાએ ઠાલવી પોતાની વેદના

LG હોસ્પિટલમાં સવારે 9 કલાકથી મોટા પ્રમાણમાં લોકો ઇન્જેક્શન લેવા આવ્યા હતા, પરંતુ 12 કલાક સુધી તડકામાં ઉભા રહેવા છતાં તેમને ઇન્જેક્શન મળ્યા ન હતા. LG હોસ્પિટલના ગેટ આગળ પણ બાઉન્સરને ઉભા રાખવામાં આવ્યા હતા. જેથી કોઈપણ હોસ્પિટલમાં પ્રવેશ ન મેળવે. એવામાં એક દર્દીના સગાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોને મરવા મૂકી દીધા છે. ખુદ રાજ્ય સરકાર પરિપત્રમાં LG હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન મળશે, તેવી હૈયાધારણ આપે છે, પરંતુ જ્યારે હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન મળતા જ નથી.

આ પણ વાંચો - મ્યુકોરમાયકોસિસ મહામારી જાહેર થતા પ્રોટોકોલ પ્રમાણે તેની સારવાર થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.