અમદાવાદ: આજે બેંગ્લોરથી અમદાવાદ આવતી ફ્લાઈટના અવારનવાર અકસ્માતો થતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. એરપોર્ટ લેન્ડિંગની ફાઈલનો પાછળનો ભાગ રનવે પર અડી ગયો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
-
IndiGo flight 6E6595, operating from Bengaluru to Ahmedabad experienced a tail strike while landing in Ahmedabad. The aircraft was declared grounded at Ahmedabad airport for necessary assessment and repairs. The incident is under investigation by relevant authorities: IndiGo's… https://t.co/fj8rUAlGHN pic.twitter.com/NDGB8a0sOS
— ANI (@ANI) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">IndiGo flight 6E6595, operating from Bengaluru to Ahmedabad experienced a tail strike while landing in Ahmedabad. The aircraft was declared grounded at Ahmedabad airport for necessary assessment and repairs. The incident is under investigation by relevant authorities: IndiGo's… https://t.co/fj8rUAlGHN pic.twitter.com/NDGB8a0sOS
— ANI (@ANI) June 15, 2023IndiGo flight 6E6595, operating from Bengaluru to Ahmedabad experienced a tail strike while landing in Ahmedabad. The aircraft was declared grounded at Ahmedabad airport for necessary assessment and repairs. The incident is under investigation by relevant authorities: IndiGo's… https://t.co/fj8rUAlGHN pic.twitter.com/NDGB8a0sOS
— ANI (@ANI) June 15, 2023
લેન્ડિંગ દરમિયાન બની ઘટના: આજે ઈન્ડિગોની ફ્લાઈટ નં. 6E6595 બેંગ્લોરથી અમદાવાદ પહોંચી હતી. આ દરમિયાન લેન્ડિંગ દરમિયાન ફ્લાઈટનો પાછળનો ભાગ (ટેલ સ્ટ્રાઈક) રનવે પર અડી ગયો હતો. જેના કારણે તમામ મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે તમામ મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. હાલ ફ્લાઈટને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ઈન્ડિગોના અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
તપાસના આદેશ: ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જતી Indoyne ફ્લાઇટ 6E6595 અમદાવાદ ખાતે ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઇકનો ભોગ બની હતી. ફ્લાઇટને હાલમાં અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી છે. એરલાઈન્સે કહ્યું કે ઘટનાની તપાસ સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ટેઈલ સ્ટ્રાઈક એટલે શું: ટેલ ટ્રાઈક એટલે વિમાન જ્યારે એરપોર્ટ પર ઉતરાણ એટલે કે લેન્ડ કરે ત્યારે વિમાન જમીન સાથે અથડાય જાય છે. ખાસ કરીને વિમાનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાય જાય છે ત્યારે તેને ટેઈલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પ્રકારની ઘટનામાં વિમાનને નુકશાન પહોંચે છે. તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટ સાથે આવી જ બીજી ઘટના બની હતી.
અગાઉ પણ બની હતી ઘટના: 11 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. ત્યાર બાદ એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતાં.