ETV Bharat / state

India Vs West Indies : પ્રથમ વન-ડેમાં ભારતની જીત પરંતુ મેચ નિરસ

author img

By

Published : Feb 7, 2022, 7:39 AM IST

Updated : Feb 7, 2022, 11:18 AM IST

ભારત Vs વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ વન-ડે મેચમાં (India Vs West Indies First ODI) ભારતનો શાનદાર વિજય થયો છે. જો કે, આ મેચમાં કુલ સ્કોરનો આંકડો 200ને પાર પણ ન જતા મેચ(India Vs West Indies) નિરસ રહી હતી. તો બીજી તરફ વિરાટ કોહલીએ માત્ર 8 રન ફટકાર્યા હતા. આ સાથે વિરાટે ઘરઆંંગણે 5000 રન પુરા કર્યા છે.

India Vs West Indies : પ્રથમ વન-ડેમાં ભારતની જીત પરંતુ મેચ નિરસ
India Vs West Indies : પ્રથમ વન-ડેમાં ભારતની જીત પરંતુ મેચ નિરસ

અમદાવાદ : ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ વન-ડે મેચમાં (India Vs West Indies First ODI) ભારતે વેસ્ટ ઇન્ડિઝને 06 વિકેટે પરાજય આપ્યો છે. ભારત ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જે રોહિત શર્માનો યોગ્ય (India Vs West Indies) નિર્ણય સાબિત થયો છે.

વેસ્ટ ઈન્ડિઝ 176 રનમાં સમેટાયુ

ભારતીય બોલરોનું પ્રદર્શન સારુ (India Bowling Performance) રહ્યું હતું. ફક્ત 13 રનમાં વેસ્ટ ઇન્ડીઝે પોતાના ઓપનર શાઈ હોપની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન યજુવેન્દ્ર ચહલ અને વોશિંગટન સુંદરની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. 50 રનમાં વેસ્ટઇન્ડિઝે ત્રણ વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કેરોન પોલાર્ડ યજુવેન્દ્ર ચહલ સામે રમતા પ્રથમ બોલે (In Vs WI Match in Ahmedabad) ક્લીન બોલ્ડ થઈ પવેલિય માં પરત ફર્યા હતા. ફક્ત જેસન હોલ્ડરે થોડી લડત આપતા 57 રન ફટકાર્યા હતા. મેન ઓફ ધ મેચ યજુવેન્દ્ર ચહલે આ મેચમાં 49 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે પોતાની વન-ડે કારકિર્દીની 100 મી વિકેટ આ મેચમાં ઝડપી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ ટીમ 176 રનમાં સમેટાઈ ગઈ હતી.

કેપ્ટન રોહિત શર્માની 44 મી હાફ સેન્ચુરી

177 રનનો ટાર્ગેટ સામે ભારતની શરૂઆત (IND vs WI Match Highlights) સારી રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma) અને ઈશાન કિશનને ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા કેપ્ટન ઇનિંગ રમતા પોતાની કારકિર્દીની 44મી અડધી સદી પૂર્ણ કરી હતી. ત્યારબાદ આવેલ વિરાટ કોહલી ફક્ત 08 રન બનાવી આઉટ થયો હતો. જો કે આ સાથે વિરાટે ઘરઆંંગણે (Virat Kohli in Ahmedabad) વન-ડે મેચમાં 05 હજાર રન પૂરા કર્યા હતા. છેલ્લે સૂર્યકુમાર યાદવ અને ડેબ્યુ મેચ રમી રહેલા દિપક હૂડાએ બાકીનું કામ પતાવીને ભારતને વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચોઃ IND VS WI: ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી

સિરીઝમાં ભારત 1-0 થી આગળ

ભારતે 177 રનનો ટાર્ગેટ 28 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. ભારતે તેની 1000 મી વન-ડે કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં સરળતાપૂર્વક જીતી હતી. ત્રણ મેચની સિરીઝમાં (IND vs WI Three Match Series) ભારત આગળ નીકળી ગયું છે. પરંતુ આ મેચમાં કુલ સ્કોરનો આંકડો 200ને પાર પણ ન જતા મેચ(India Vs West Indies) નિરસ રહી હતી. જો કે, હવે બીજી વન-ડે 09 ફેબ્રુઆરીએ યોજાશે.

આ પણ વાંચોઃ indias odi celebrations canceled: રાષ્ટ્રીય શોકની જાહેરાત થતા ભારતની 1000મી વન-ડેની ઉજવણી રદ્દ

Last Updated : Feb 7, 2022, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.