ETV Bharat / state

IND Vs PAK: ભારત પાકિસ્તાનની મેચનો આજે મહામુકાબલો, પોલીસ તંત્ર દ્વારા લોકોને અપીલ - Ahmedabad police system ICC World Cup 2023

સમગ્ર વિશ્વની જેના પર નજર છે, એવી ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલાનો આજે મહત્વનો દિવસ છે. આજે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે કાંટાની ટક્કર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. ત્યારે આ મહા મુકાબલામાં શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે અને લોકો ક્રિકેટનો આનંદ માણે તે માટે પોલીસે મેચ જોવા આવનાર અને સ્ટેડિયમમાં આવનાર ક્રિકેટપ્રેમીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે.

IND Vs PAK: ભારત પાકિસ્તાનની મેચનો આજે મહામુકાબલો, પોલીસ તંત્ર દ્વારા લોકોને અપીલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 14, 2023, 1:07 PM IST

ભારત પાકિસ્તાનની મેચનો આજે મહામુકાબલો, પોલીસ તંત્ર દ્વારા લોકોને અપીલ

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અંતર્ગત આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાઈ વોલ્ટેજ રોમાંચક મેચ રમાવાની છે. જે અંતર્ગત કોમલ વ્યાસ ડીસીપી કન્ટ્રોલ તરફથી શહેરીજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે મેચ દરમ્યાન કોઈ એ અફવા પર ધ્યાન ન આપવું. સાથે મેચનો આનંદ માણવા અને અફવા ન ફેલાવવા અંગે અપીલ કરી છે. ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે માત્ર અમદાવાદ જ નહીં સમગ્ર દેશની હસ્તીઓ આ મેચ નિહાળવા અમદાવાદ આવી ચૂકી છે. ત્યારે પોલીસે પણ સુરક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી મેચ દરમિયાન અને મેચ પછી જડબેસલાક બંદોબસ્ત ગોઠવી લોકોને સહકાર આપવા અપીલ કરી છે.

પોલીસ બંદોબસ્તની સ્થિતિ: આજે ભારત પાકના મહા મુકાબલા માં ટ્રાફિક સંચાલન અને ચેકીંગ પણ પોલીસ દ્વારા હાથ ધરાયું છે. જેમાં લોકોને સહકાર આપવા પોલીસે અપીલ કરી છે. અમદાવાદમાં યોજાઈ રહેલા આ હાઈ વોલ્ટેજ મુકાબલાના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા નિર્ણય લઈ પોલીસ બંદોબસ્તની સ્થિતિને ચુસ્ત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ભડકાઉ, કોમી એખલાસ બગાડતી અને લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ શેર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર સતત ચાંપતી નજર: મેચ દરમિયાન પોલીસ વિભાગ પણ સતર્ક છે. લોકોને અફવાઓથી બચવા અને સામાજિક શાંતિ ડહોળાય તેવી કોઈ પણ પ્રકારની પોસ્ટથી દૂર રહેવાની અપીલ કરી છે. અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા આ મામલે અલગ અલગ સ્પેશિયલ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર સતત ચાંપતી નજર રાખશે.

  1. ICC World Cup 2023: ભારત પાકિસ્તાન મેચની સ્પેશિયલ સેરેમની થોડી વારમાં શરૂ થશે
  2. IND Vs PAK: પાકિસ્તાનને સમર્થન આપવા સ્ટેડિયમ પહોંચ્યા બે પાકિસ્તાની ફેન્સ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.