અમદાવાદ: 15 ઓગસ્ટ એટલે ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો અને ભારત એક સ્વતંત્ર દેશ બન્યો છે. અંગ્રેજોની ગુલામીમાંથી હજારો કરોડો લોકોએ દેશને આઝાદ મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. આજે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થઈને 77 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે દેશભરમાં આઝાદીના અમૃતકાળને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી છે.
"ભારત આઝાદી ના 77 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માત્ર રાજકીય આઝાદી નહોતી આપણા દેશમાં આર્થિક સામાજિક અર્થે આઝાદી સામે હતી. આર્થિક રીતે પણ હાલમાં પણ ગુજરાતના લોકો સંક્રમણના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાત દુનિયાના ટોપમાં આવું એ સારી બાબત કહી શકાય પરંતુ ગરીબ લોકો સમૃદ્ધ થાય તે જરૂરી છે--શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ)
ઇકોનોમિક ક્લાસમાં પ્રવાસ: વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જે તે સમયે કોંગ્રેસનું શાસન હતું. તે સમયે ઇકોનોમિક ક્લાસમાં પ્રવાસ કરતા હતા. ગુજરાત સર્કિટ હાઉસનો પડદો પણ ખાદીનો જોવા મળતો હતો. આજે આપણા દેશમાં વિમાનો અને જહાજો બની રહ્યા છે. આપણા પૂર્વજો અને સ્વતંત્રતા સેનાની દેશની આઝાદી માટે બલિદાન આપ્યું છે દેશની આઝાદી માટે જે ચળવળ ચાલી હતી તે ગાંધીજીના વિચારધારા ઉપર ચાલી હતી અને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ 25 વર્ષ સુધી શાસન સંભાળ્યું હતું.
અંગ્રેજોએ દેશને ખૂબ લૂંટ્યો: આપણા પૂર્વજો પાસે જે તે સમયે ટેકનોલોજી ન હતી. પરંતુ તેમનામાં કોઠાસૂઝ જ હોવાને કારણે આઝાદી આપણે મેળવી શક્યા છીએ. આઝાદી સમયે અંગ્રેજોએ દેશને ખૂબ જ લૂંટ્યો છે ભારત આઝાદ થયો તે સમયે અમે અમેરિકાથી ઘઉની આયાત કરવી પડતી હતી પરંતુ આજે દેશ સમૃદ્ધ બન્યો છે અને ઘઉંની નિકાસ કરી શકે તેમ છે આજે દેશની અંદર ધનના ભંડારો જોવા મળી રહ્યા છે. એક સમય દેશની અંદર જન્મ લેવો શ્રાપ માનવામાં આવતો હતો. પરંતુ આજે ભારતની અંદર જન્મ લેવો આશીર્વાદ ગણવામાં આવે છે.