ETV Bharat / state

IND-NZ T20 Ahmedabad: ટિકિટનું વેચાણ ઓછું, લગ્નગાળાએ મારી આવકના ગાડાની લગામ ખેંચી - ind vs nz 3જી ટી20 ટિકિટ બુકિંગ અમદાવાદ

અમદાવાદમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ મેચને લઈને લગ્નની સિઝન વચ્ચે દર્શકોમાં ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ટિકિટના ભાવની વાત કરીએ તો 500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો રાખવામાં આવ્યો છે. (IND vs NZ T20 Ahmedabad)

IND-NZ T20 Ahmedabad : ભારત ન્યુઝીલેન્ડ T20 મુકાબલા માટે ટિકિટનું વેચાણ મહદંશે

author img

By

Published : Jan 30, 2023, 1:03 PM IST

અમદાવાદ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તારીખ 1લી ફેબ્રુઆરીએ ટી-20 શ્રેણીની ત્રીજી અને આખરી મેચ રમાવા જઈ રહી છે. આ માટે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા અને સાન્ટનેરના નેતૃત્વ હેઠળની ન્યૂ ઝીલેન્ડની ટીમ આજે અમદાવાદ ખાતે આવી પહોંચશે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમને અમદાવાદમાં આ વખતે અલગ-અલગ હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમ મુકાબલા અગાઉ તારીખ 31મી જાન્યુઆરીને મંગળવારે પ્રેક્ટિસ કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : WOMEN S U19 T20 World Cup: જીત પર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાની જાહેરાત

ટી-20ની ટિકિટનું વેચાણ : એક લાખ દસ હજા૨ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-ન્યૂઝીલેન્ડની ટી-20ની ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. જોકે ગુજરાતમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી હોવાથી ટી-20 મેચની ટિકિટ વેચાણ અગાઉની તુલનામાં ઓછું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં વેચાણ માટે મુકાયેલી ટિકિટોમાંથી માત્ર અડધી જ વેચાઈ છે. જોકે હવે છેલ્લા એકાદ-બે દિવસમાં વેચાણમાં વધારાની રાજ્જતા જેવામાં આવી રહી છે. સ્ટેડિયમ પર તેમજ ઓનલાઈન પણ ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે. જોકે કોર્પોરેટ બોક્સનું વેચાણ ખુબ જ ઓછું છે.

પાર્કિંગ માટે ભાડુ : બીજી તરફ આ મેચને લઇ ક્રિકેટ ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર પાર્કિંગ માટે ટુ વ્હીલર માટે 50 રૂપિયા અને ફોર વ્હીલર માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 27 તારીખથી ઓફલાઈન ટિકિટ મળવાનું શરૂ થઈ ગયું હતું, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓફલાઈન ટિકિટ મળી શકશે.

આ પણ વાંચો : IND vs NZ 2nd T20: ભારતે ન્યૂ ઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું, એક પણ ઇનિંગમાં સિક્સ ન જોવા મળી

500થી 10,000 સુધીનો ભાવ : અમદાવાદમાં રમાનારી ભારત-ન્યૂ ઝીલેન્ડની ટી-20 માટે ટિકિટોના ભાવ 500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો રાખવામાં આવ્યો છે. આ બધામાં 500-1000 રૂપિયાવાળી ટિકિટની માંગ વધારે જોવા મળી રહી છે. ક્લબ પેવેલિયનની ટિકિટનો ભાવ સૌથી વધુ 10,000 છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ T20 મેચની સીરીઝની બીજી મેચ લખનઉમાં રમાઈ હતી. ભારત રત્ન અટલ બિહારી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:00 કલાકે મેચ શરૂ થઇ હતી. ટીમ ઈન્ડિયાએ ન્યૂ ઝીલેન્ડને હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.