વિરમગામઃ વિરમગામ નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રી પટેલ, વિરમગામ નગરપાલિકા પ્રમુખ રિના પંડ્યા, ભાજપના હોદ્દેદારો દ્વારા મહિલાઓને મહિલા ઉત્કર્ષ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેકવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. ત્યારે વિરમગામ નગરપાલિકા ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મહિલાઓ અને દીકરીઓ માટેની વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.