- રણ કાઠાના રામામંડળના 35 યુવાનોએ બનાવ્યો મિની ગબ્બર પર્વત
- યુવાનો આઠ દિવસની મહેનત બાદ તૈયાર કર્યો ગબ્બર
- માટી અને પથ્થરથી મિની ગબ્બર બનાવવામાં આવ્યો
- નાનું એવું રોપ-વે જે મોટરની મદદથી ચલાવવામાં આવે છે
- મિની ગબ્બર પર્વત બન્યો સમગ્ર તાલુકામાં આકર્ષણનું કેન્દ્ર
વિરમગામઃ નવરાત્રિમાં ભક્તો અનેક પ્રકારની ભક્તિ કરતા હોય છે. આવી જ રીતે માતાજીની ભક્તિ અને આરાધના કરવા ખારાઘોડામાં આવેલા જૂના ગામના યુવાનોએ ભેગા મળીને વિરમગામમાં મિની ગબ્બર પર્વત તૈયાર કર્યો છે. ખારાઘોઢા જૂનાગામના યુવાનોએ આબેહૂબ મિની ગબ્બર પર્વત બનાવ્યો છે, જે સમગ્ર તાલુકામાં સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ગબ્બર બનાવવા 8 દિવસની મહેનત લાગી હતી.
કોરોનાને ધ્યાનમાં રાખી ગરબા ન યોજાવાના હોવાથી અહીંના યુવાનોએ મિની ગબ્બર પર્વત બનાવી માતાજીની આરાધના કરી રહ્યા છે. જોકે આ મિની ગબ્બર આબેહૂબ ગબ્બર પર્વત જેવો જ બનાવવામાં આવ્યો છે. આ મિની ગબ્બર પર્વતમાં માટી, પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા ફુવારા, રોડ અને પૂઠાંમાંથી નાનું એવું રોપ-વે બનાવવામાં આવી છે, જે મોટરની મદદથી ચલાવવામાં આવે છે. મિની ગબ્બર પર્વતે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષી લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જગાડવાનું કામ કર્યું છે.