અમદાવાદઃ લોકડાઉન પાંચ એટલે કે અનલોક-1માં કેન્દ્ર સરકારે રેસ્ટોરન્ટ અને હોટલને ખુલ્લી રાખવાની મંજૂરી આપી દીધી છે સાથે જરૂરિયાત જણાય તો રાજ્ય સરકારને પોતાની રીતે પ્રતિબંધ મૂકવાની પણ છૂટ આપેલી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, ગ્લવસ, સેનીટાઈઝર પણ એક જિંદગીનો હિસ્સો બની ચૂક્યું છે. આ પરિસ્થિતીમાં ઉદ્યોગોએ ફરીથી પોતાની આવક ઉભી કરવા માટે અવનવી તકનીકો અપનાવી રહ્યાં છે. ત્યારે હોટલો ફરીથી ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે.
આ અંગે વધુમાં વાત કરતાં રેનેન્સ હોટલના મેનેજર વિવેક શર્માએ જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં હોટેલના ધંધાને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. હાલ ફ્લાઇટ શરૂ થઇ હોવા છતાં પ્રવાસીઓની આવવાની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે સ્થાનિક લોકોની ગ્રાહકોની ઘટાડો જોવા મળ્યો છે. લોકોમાં હજુ પણ કોરોના વાઈરસથી ડરતા હોવાથી બહાર નીકળતા ગભરાય છે. પરંતુ અમે સંપૂર્ણ તકેદારી સાથે મહેમાનોને આવકારીએ છે.
આ સાથે જ જ્યારે મેમન હોટેલમાં અંદર પ્રવેશે છે તે વખતે તેમને ચેક ઇન પણ વેબમાં કરવાનું રહે છે. તેમજ ડીપમાં પણ તમને કઈ જગ્યાએ ઊભા રહેવાનું તે પ્રકારનું પોસ્ટર પણ લગાવેલું છે. જેથી તેમને ખ્યાલ આવે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે. આ ઉપરાંત રૂમમાં ગયા બાદ પણ તેમને ક્યુ આર કોડ સ્કેન કરવાનું રહે છે. હોટલમાં પણ રૂમ સર્વિસ માટે જે પણ મંગાવવું હોય તે મોબાઇલ એપ્લિકેશન દ્વારા મંગાવાની રહેશે. જેના લીધે માણસનો સંપર્ક કરવાનું ટાળે છે અને સંક્રમણનો ભય પણ ટળે છે.