ETV Bharat / state

અમદાવાદમાં બે દિવસમાં સાત સુપર સ્પ્રેડરોના કોરોના કેસ પોઝિટિવ નોંધાયા - અમદાવાદમાં કોરોના કેસ

અમદાવાદમાં તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુપર સ્પ્રેડર્સ એટલે કે, શાકભાજી, કિરાણા સ્ટોર, ડેરી, પેટ્રોલપંપ, ફ્રૂટ વેચનારા કે અન્ય કોઈ જે દરરોજ હજારો લોકોના સંપર્કમાં આવતા હોય તેવા લોકોના સ્ક્રીનિંગ બાદ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાત લોકોમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

super spreaders
super spreaders
author img

By

Published : Apr 22, 2020, 3:21 PM IST

Updated : Apr 22, 2020, 4:00 PM IST

અમદાવાદઃ તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરીને ટેસ્ટ કરવાથી 7 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ સાત લોકોમાં શાકભાજીવાળા, મેડિકલ સ્ટોર, પટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી છે. આ વાતની જાણ થતાં તાત્કલિક ધોરણે તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં બે દિવસમાં સાત સુપરસ્પ્રેડરોના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, "શહેરમાં પાલિકા તંત્રએ સુપરસ્પ્રેડરને શોધી કાઢ્યા છે આ એવા લોકો છે જે રોજ અનેક લોકોને મળતા હોય છે. જેમ કે શાકભાજીવાળા, મેડિકલવાળા, પેટ્રોલ પમ્પ પર કામ કરતા કર્મચારી આવા સુપરસ્પ્રેડરના 850થી વધુ લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 7 પોઝિટિવ આવ્યા છે. આ સાત કેસ ન શોધ્યા હોત તો અનેક લોકો સંક્રમિત થવાનું જોખમ હતું."હવે સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુપ્ર સ્પ્રેડર્સ એટલે કે, શાકભાજી, કિરાણા સ્ટોર, ડેરી, પેટ્રોલપંપ, ફ્રૂટ વેચનાર કે અન્ય કોઈ જે દરરોજ હજારો લોકોના સંપર્કમાં આવતા હોય તેવા લોકોનું સ્ક્રીનિંગ બાદ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. બે દિવસમાં આવા સુપર સ્પ્રેડર્સમાંથી 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી હજારો લોકોને ચેપ લાગતો અટકાવી શક્યા છીએ. જ્યારે SVPમાં 1 હજાર બેડ તૈયાર થઈ ગયા છે.

Last Updated : Apr 22, 2020, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.